Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ ઠંડી તો કંઈ નથી, હજુ તો કોકડું વળી જશો! હવામાન વિભાગે કરી સિવિયર કોલ્ડવેવની આગાહી

રાજ્યમાં હાડ થીજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. પરંતુ સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. જોકે, રાજ્યમાં હજુ 2 દિવસ સિવિયર કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ (weather update) દ્વારા કરવામા આવી છે.

 ગુજરાતમાં આ ઠંડી તો કંઈ નથી, હજુ તો કોકડું વળી જશો! હવામાન વિભાગે કરી સિવિયર કોલ્ડવેવની આગાહી

ઝી મીડિયા/બ્યૂરો: રાજ્યમાં હવામાન આગાહીના મુજબ ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું છે ડીસા અને પાટણમાં 7.8 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો છે. ભુજમાં 10 ડિગ્રી સુધી ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં 11.2 ડિગ્રી તાપમાન પહોંચતા શહેરીજનો ઠુંઠવાયા છે. વડોદરામાં 11.6 રાજકોટમાં 11.2  તો સુરતમાં 16.5 ડિગ્રી તાપમાન થયું છે. ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.

fallbacks

રાજ્યમાં હાડ થીજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. પરંતુ સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. જોકે, રાજ્યમાં હજુ 2 દિવસ સિવિયર કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ (weather update) દ્વારા કરવામા આવી છે. રાજ્યભરમાં કાતિલ ઠંડીથી લોકો ઠૂઠવાયા છે.

સુરતમાં ઓમિક્રોનનો બીજો કેસ નોંધાયો, હવે ત્રીજી લહેરનો ખતરો! આગામી 15 દિવસ મહત્ત્વપૂર્ણ

રાજ્યમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને જુનાગઢમાં લઘુત્તમ તાપમાન નોંધાશે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. મોડી રાતે અને વહેલી સવારે સૂકા પવનો અનુભવાઈ રહ્યાં છે. હિમાલય રીજનમાં ભારે હિમવર્ષાને લઈ ઉત્તર દિશાથી ફૂંકાતા તેજ પવનોથી સમગ્ર રાજ્યભરમાં શીત લહેર છવાઈ ગઈ છે. 

શું ગુજરાતમાં ફરીથી સ્કૂલો બંધ કરાશે? તાત્કાલિક પરિપત્ર જાહેર, શિક્ષણમંત્રીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીમાં વધારો થતા તેની અસર રિવરફ્રન્ટ પર જોવા મળી રહી છે. ઠંડી વધતા હાલ રિવરફ્રન્ટ પર લોકોની ભીડમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે શનિ-રવિની રજાના દિવસોમાં વહેલી સવારે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે. સાઈકલિંગ, વોકિંગ અને એક્સરસાઈઝ કરવા માટે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પર આવતા હોય છે. પરંતુ અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધતા લોકો ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા છે. જેથી હાલ રિવરફ્રન્ટ પર લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More