ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના શાહપુરમાં મામા-ફઈના ભાઈઓ વચ્ચે ઝગડો થતા હત્યાના બનાવમાં પરિણમ્યો છે. પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રણ બગલા રેટીયાવાડીમાં અખ્તર શેખ અને સલીમ શેખનો પરિવાર આસપાસમાં રહે છે અને બંને મામા ફઈના ભાઈઓનો સંબંધ ધરાવે છે. .
આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન
આ બંને પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. ગઈ તારીખ 8 મીની રાતે અખ્તર શેખ પોતાના પરિવાર સાથે ઘરના ધાબા પર સુતા હતા. ત્યારે જ સલીમ શેખ છરી લઈને ધાબા પર આવીને અખ્તર શેખ તું મારા પાર જાદુ ટોના કરાવે છે તેમ કરી પેટના ભાગે એક બાદ એક છરીના ઘા મારી દીધા હતા અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
જૂનો કે નવો? કયો ફ્લેટ ખરીદવો જોઈએ? નફા-નુકસાનનું સરવૈયું વાંચી પછી લો તમારો નિર્ણય
આ બનાવ બનતાની સાથે જ ઈજાગ્રસ્ત અખ્તર શેખને પરિવાર સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા પણ ત્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતા હતા. પરિવારે શાહપુર પોલીસેને સંપર્ક કરી સલીમ શેખ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. શાહપુર પોલીસે ગણતરીના કલાકમાં હત્યા કરનાર સલીમ શેખની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.
અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ! શું ગુજરાતના આ વિસ્તારો પાણી-પાણી થઈ જશે? લેટેસ્ટ આગાહી
આરોપી સલીમ શેખની ધરપકડ પૂછપરછ કરી તો આરોપીએ જણાવ્યું હતું કે મૃતક અખ્તર શેખ તેના પર જાદુ ટોના કરતો હતો. જેથી તેણે અખ્તર શેખની હત્યા કરી છે. શહેર પોલીસે આ જાદુટોના વાળી વાતમાં કેટલું તથ્ય છે એ અંગે તપાસ શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે