પરખ અગ્રવાલ/અંબાજી : માં અંબાનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠ માનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે. મા અંબાના નામના ગરબા સમગ્ર ભારતભરમાં ગવાય છે અને રમાય છે. આસોસુદ મહિનાની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી નહીં યોજવાનો નિણઁય લીધો છે. જેના પગલે યાત્રાધામ અંબાજી ચાચરચોકમાં નવરાત્રી દરમિયાન ગરબા નહીં યોજાય ને જ્યાં દર વર્ષે માં અંબાનું ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાતું હોય છે ને હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળતી હોય છે. જો કે આ વખતે માં અંબાનો ચાચરચોક ખેલૈયાઓ વગર સુમસાન રહેશે.
એસજી હાઈવે પર કાર અને એક્ટિવા વચ્ચે ગંભીર ટક્કર, સિવિલ એન્જિનયર યુવકનું મોત
જો કે આ બાબતની સિદ્ધાંતિક જાહેરાત થઇ નથી, પણ રાજ્ય સરકાર નવરાત્રી નહીં યોજવાની જાહેરાતને લઈ અંબાજીના ગરબા પણ બંધ રહે તેવી પુરે પુરી શક્યતાઓ છે. જેની વિધિવત જાહેરાત આવતી કાલે જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન દ્વારા કરી શકાય છે. જો કે હાલ તબ્બકે કોરોના ની મહામારીના કારણે કોરોનાનું સક્ર્મણ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે લીધેલા નિણઁયને શ્રદ્ધાળુઓ આવકારી રહ્યા છે. એટલું જ નહીં શ્રદ્ધાળુઓ માતાજીના ચોકમાં 5 ગરબા કરવા. તો કોઈ શેરી ગરબા કરવાની પરમીશન આપવાની માંગ પણ કરી રહ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે