Banaskantha News : બનાસકાંઠાના થરાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ કોન્ટ્રાકટરોને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, કામમાં કચાશ રાખશો તો સીધા ઘર ભેગા થશો.
આજે થરાદમાં વિકાસના કામોના ખાત મુહૂર્ત દરમ્યાન વિધાનાસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાકટરોને ચેતવણી રૂપ ટકોર કરી હતી. તેમણે જાહેરમાં કહ્યું કે, કોઈ રૂપિયા માંગે તો મને કહેજો બાકી કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો બ્લેક લિસ્ટમાં જશો. અહી તમારી પાસેથી એક રૂપિયો માંગે તો મને કહેજો પરંતુ જો કામમાં લાપરવાહી દાખવી તો બ્લેકલિસ્ટેડ થશો. તમારું કંઈ નહિ થાય. આ કામ આટલેથી અટકતુ નથી. હજી ઘણા કામ આપણને કરવાના છે.
ગુજરાતમાં આજથી ભારે વરસાદનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે 14 જિલ્લાઓને આપી ચેતવણી
કાર્યક્રમમાં તેઓએ ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાની વાત કરી હતી. તેમણે કટકીબાજ કોન્ટ્રાક્ટરોને ચેતવ્યા હતા. સાથે જ તેમણે કોન્ટ્રાક્ટરોને કહ્યું કે કામમાં કચાશ રાખશો તો સીધા ઘરભેગા થશો, તેમણે કહ્યું કે કોઇ રૂપિયા માંગે તો મને કહેજો પરંતુ જો કામમાં લાપરવાહી દાખવી તો બ્લેકલિસ્ટેડ થશો.
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભણશે ગુજરાતમાં, અમદાવાદની આ કોલેજમાં મળ્યું એડમિશન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે