Home> Gujarat
Advertisement
Prev
Next

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી ભડક્યા! બ્રહ્માકુમારી અને ગાયત્રી પરિવારને લીધું નિશાને....

Ahmdabad News: ચતુર્માસ અનુષ્ઠાન દરમિયાન અશાસ્ત્રીય સંપ્રદાયો પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી ભડક્યા હતા. શંકરાચાર્યએ વિવિધ સંપ્રદાયો પર આકરા પ્રહાર કરતા ખળભળાટ મચી ગયો છે. શંકરાચાર્યએ બ્રહ્માકુમારી અને સ્વામિનારાયણ સંપ્રદાય પર વાર કર્યો હતો. ઈસ્કોન અને ગાયત્રી પરિવારને પણ નિશાને લીધું હતું. 

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી ભડક્યા! બ્રહ્માકુમારી અને ગાયત્રી પરિવારને લીધું નિશાને....

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે સનાતમ ધર્મને બદનામ કરનારાને જાકારો આપો. સનાતમ ધર્મને હાની પહોંચાડવાના પ્રયાસો હાલ થઈ રહ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરૂદ્ધ કામ થઈ રહ્યું છે. 

fallbacks

કેદારનાથ જનારા ભક્તો માટે ખુશીના સમાચાર; હવે નહીં ચાલવું પડે 16 કિ.મી પગપાળા!

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના સ્વામિનારાયણ સંપ્રદાય પર વાર... કહ્યું- 'ધાર્મિકતાનો વેશ પહેરીને સનાતન ધર્મ વિરુદ્ધ જ કામ"
એટલું જ નહીં, શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે બ્રહ્માકુમારીની માન્યતાઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ કહે છે. શિવ શબ્દનો અર્થ નથી સમજતા અને વ્યાખ્યાન કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ગાયત્રી યજ્ઞ કરે છે, જેમાં કોઇ વિધિ નથી. ગાયત્રી પરિવાર કોઈ પણ વિધિ વગર જ યજ્ઞ કરે છે. આવા યજ્ઞોને કારણે જ દેશ પર સંકટો આવે છે. 

પાકિસ્તાન પોતાની જ મિસાઈલથી થઈ જાત તબાહ! પરમાણું બોંમ્બ પાસે બ્લાસ્ટ થઈ શાહીન-3

તમારા જ રૂપિયા ભેગા કરી-કરીને વિદેશ મોકલે છે" - શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી
શંકરાચાર્યે વધુમાં કહ્યું કે ઇસ્કોનવાળા ષડયંત્ર કરી રહ્યા છે. ઇસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે. સ્વામિનાયારણ સંપ્રદાય હનુમાનજીને દાસ બતાવે છે. ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કહેવડાવતા નથી. 

હવે BCCI પણ આવશે સરકારના કાર્યક્ષેત્રમાં, શું છે નેશનલ સ્પોર્ટ્સ ગર્વનન્સ બિલ ?

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ચતુર્માસ અનુષ્ઠાન દરમિયાન જણાવ્યું હતું કે વિવિધ સંપ્રદાયો પર આકરા પ્રહાર કર્યા હતા. શંકરાચાર્યે જણાવ્યું હતું કે ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરૂદ્ધ મિલાવટ કરી છે. એટલું જ નહીં, શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ શિરડી સાંઇબાબા પર પણ રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે અમારા ગુરૂ મહારાજે આ મુદ્દે ઉઠાવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More