Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત હવે દારૂબંધીના નાટકમાંથી બહાર નીકળે, શંકરસિંહે ફરી ઉઠાવ્યો મુદ્દો

Shankarsinh Waghela On Liqour Ban : શંકરસિંહ વાઘેલા અનેકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી ચૂક્યા છે, ત્યારે તેમણે કથિત લઠ્ઠાકાંડ ફરી સરકાર સામે સવાલ ઉઠાવ્યો 

ગુજરાત હવે દારૂબંધીના નાટકમાંથી બહાર નીકળે, શંકરસિંહે ફરી ઉઠાવ્યો મુદ્દો

ગાંધીનગર :ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડથી 31 ના મોત થયા બાદ ફરી દારૂબંધી હટાવવાનો મુદ્દો સળગ્યો છે. જો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તો પછી દારૂબંધી કેમ એ મુદ્દે ફરી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. શંકરસિંહ વાઘેલા અનેકવાર ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાની વાત કરી ચૂક્યા છે, ત્યારે તેમણે કથિત લઠ્ઠાકાંડ ફરી સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે કે, ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી રાખવાનો શું મતલબ.

fallbacks

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી સરકાર સામે નિશાન સાધ્યુ છે કે ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય છે. માત્ર નામની જ દારૂબંધી છે. માત્ર નામની દારૂબંધી રાખવાનો શુ મતલબ. કેમ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાતી નથી. વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચો કરીને ગુજરાતને વાઈબ્રન્ટ મોડ પર મૂકનારી ગુજરાતની આ સરકારે  આજની લઠ્ઠાકાંડની ઘટના પરથી સરકારે બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે. આ પહેલીવાર નથી બન્યુ. આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે. ગાંધીજીના નામે ગુજરાત ધતિંગવાળી નશાબંધીવાળી નીતિ છોડી શક્તુ નથી. 

હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે મહેરબાની કરીને દારૂબંધીના નાટકમાંથી બહાર નીકળીએ. વૈજ્ઞાનિક પદ્ધતિએ નવી નશાબંધીની નીતિનો અમલ કરાય, જેમાં ખરાબ અને ઝેરીલો દારૂ પીને મરી ન જાય. એની ચિંતા પ્રજા અને સરકારે કરવી જોઈએ.  

શંકરસિંહ વાઘેલા હંમેસાથી દારૂબંધી હટાવવાની તરફેણમાં...
આ પહેલા પણ દારૂબંધી અંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ગુજરાતમાં એક કિલોમીટર વિસ્તાર પણ એવો નથી જ્યા દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય. હું ગુજરાતીઓને કહેવા માગુ છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું હવે. હવે તેનો પુનવિચાર કરો કે, દારૂબંધી હટાવે. કૃત્રિમ દારૂબંધી ભ્રષ્ટાચાર અને ગુંડાઓનો અડિંગો બની ગયો છે. રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. આ ખોટી નીતિ છે. દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ. દિલ્હી, બેંગલોર ક્યાંય દારૂબંધી નથી. તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી ગુજરાતમાં જે કેમિકલ પીને મરી જાય છે, અને લાખો બહેનો વિધવા બને છે. આવી નીતિ બદલી દો. એવી નીતિ કરો કે સેલવાસ, દમણ, આબુ, ઉદયપુર કે મુંબઈ ન જવો પડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More