અમદાવાદ: નારણપૂરા બાદ શાહપૂરમાં ભાજપના હોદ્દેદારના મળતિયાઓએ શૌચાલય તોડીને ભજિયાની દુકાન બનાવી દીધી છે. તાજેતરમાં શાસ્ત્રીનગરમાં ભાજપના હોદ્દેદારે શૌચાલય અને બસ સ્ટેન્ડ ગાયબ કરી દેતા વિવાદ થયો હતો. હવે શાહપૂરમાં દિલ્હી દરવાજા પાસે લીમડાં ચોક નજીક ખૂણા પર આવેલું એક શૌચાલય પણ તોડી પડાયું છે.
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિચિત્ર ઘટના; મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો! ફ્લાઈટ એક કલાક
સ્થાનિક ડે.મ્યુનિ.કમિશનરે આ વિશે જણાવ્યું છે કે ગત એપ્રિલ મહિનામાં શૌચાલય તોડવાની માહિતી મળી હતી. જેથી પોલીસ ફરિયાદ દાખલ કરવા પત્ર લખ્યો હતો. પરંતુ હવે આ સ્થળ પર ફરી શૌચાલય બનાવાશે. આ શૌચાલયનો આસપાસના વેપારીઓ, અવરજવર કરતાં રાહદારીઓ અને મજૂરો ઉપયોગ કરતાં હતાં.
'યશ દયાલે ઘણી છોકરીઓ સાથે સંબંધ બનાવ્યા...પરિવારે આપ્યો આ ભરોસો, યુવતીના ગંભીર આરોપ
સ્થાનિકો જણાવે છે કે શૌચાલય તોડીને બનાવેલી દુકાન 15 દિવસ પહેલા ભાડે અપાઈ હતી. શૌચાલયના સ્થળે પેવર બ્લોક પણ નાંખી દેવાયા છે. શાહપૂર વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ કહ્યું કે, શૌચાલયમાં નિયમિત સફાઈ થતી નહોતી. ગંદકી રહેતી હતી. તેને તોડવા માટે રજૂઆત મળી હતી. જે આરોગ્ય વિભાગને મોકલી આપી હતી. પરંતુ તોડવાની મંજૂરી અપાઈ નથી. જેથી તપાસ કરાશે.
બોપલમાં સિક્યુરિટી ગાર્ડ બન્યો હેવાન; ફ્લેટના ધાબા પર લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ
શાહપૂરના દિલ્હી દરવાજા પાસે આવેલું શૌચાલય બે મહિના પહેલા તોડીને દુકાન બનાવી દીધી હોવા છતાં મ્યુનિ. તંત્ર ઊંઘતું રહ્યું છે. આ હરકત સામે સ્થાનિક ભાજપના ત્રણેય કોર્પોરેટરોએ ચૂપકિદી સેવી છે, તો કોંગ્રેસના એક કોર્પોરેટરે વાંધો લીધો છે.
ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી; થશે જળબંબાકાર, અંબાલાલનો ઘાતક વરતારો
આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીએ માત્ર ફરિયાદ દાખલ કરવા પોલીસને પત્ર લખી ચુપકીદી સેવી લીધી છે. કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું કે, નિયમિત સફાઈ થતી હતી. ભાજપના મળતિયાઓએ શૌચાલય તોડી પાડયું છે. સ્થાનિક ભાજપના હોદ્દેદારોના ઈશારે મ્યુનિ. અધિકારીઓ ચૂપકિદી સેવી રહ્યા છે. આ સ્થળે ફરી શૌચાલય બનાવવા માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે