ઝી બ્યુરો/પોરબંદર: ફરી એકવાર સલાયાના જહાજની ખરાબ હવામાનને લીધે મધદરિયે જળસમાધિ થઈ છે. મુંબઈના મેરીટાઈમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરની ટીમ દ્વારા સલાયાના જહાજ પર સવાર 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. સલાયાના ‘અલ પિરાને પીર' નામના જહાજ 2 દિવસ પહેલા પોરબંદરથી નીકળ્યું હતું. પોરબંદરથી જનરલ કાર્ગો ભરી ઈરાનના અબ્બાસ પોર્ટ પર જવા નિકળ્યું હતું. વહેલી સવારે 8 વાગ્યા આસપાસ મધદરિયે ખરાબ હવામાનને લીધે જહાજ ડૂબવા લાગ્યું હતું.
ખળભળાટ! ગુજરાતના આ MLAની પજવણીથી કંટાળી રાજીનામું આપ્યુ હોવાનો મહિલા પ્રમુખનો આક્ષેપ
તમામ 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા
મુંબઈના મેરીટાઈમ રેસ્કયુ કોઓર્ડિનેશન સેન્ટરને જાણ કરાતા રેસ્કયુ ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જેમાં મધદરિયે ડૂબી રહેલ જહાજના તમામ 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલ ખલાસીઓને પોરબંદર લાવવામાં આવશે. જહાજ ડૂબવાના સમાચારને લીધે માછીમારો અને સાયલા પંથકના લોકો શોકમાં છે.
અ'વાદના રિક્ષા ચાલકો થઈ જજો સાવધાન! પોલીસ જાન્યુઆરીથી આ મામલે કરશે દંડનીય કાર્યવાહી
જાણો શું બની હતી સમગ્ર ઘટના?
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સલાયાના રહેવાસી સુલતાન ઇસ્માઇલ સુંભણીયાની માલિકીનું "અલ પિરાને પીર' નામનું જહાજ બે દિવસ પહેલા પોરબંદરથી જનરલ કાર્ગો ભરી અને ઇરાનનાં બંદર અબાસ પોર્ટે જવા નીકળ્યું હતું. જે જહાજ પર 12 લોકો સવાર હતા. જહાજ નીકળ્યા બાદ આજે સવારે 8 વાગ્યા આસપાસ ખરાબ હવામાનને લીધે જહાજ મધદરિયે ફસાયું. ત્યારે ખલાસીઓ દ્વારા ઈન્ડિયન સેલીંગ વેસલ્સ એસોશિયલનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ખલાસીઓની મદદ માટે નૌકાદળ આવી પહોંચ્યું હતું.
આખરે અંબાલાલ સાચા પડ્યા! ભર શિયાળે ગુજરાતના આ બે જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ, ખેડૂતો
જહાજને ખૂબ મોટું આર્થિક નુકશાન
આ તમામ ખલાસીઓને આવતીકાલે પોરબંદર લાવવામાં આવશે. આ જહાજ ડૂબવાના લીધે જહાજ માલિકને ખૂબ મોટું આર્થિક નુકશાન જવા પામ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે