Gujarat Election 2022, અલકેશ રાવ/બનાસકાંઠા: દિયોદર વિધાનસભા ઉપર હજુ કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ જ ઉમેદવારની સતાવાર જાહેરાત કરાઈ નથી. છતાં આજે દિયોદરના કોંગ્રેસના ધારસભ્ય શિવાભાઈ ભુરિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતા રાજકારણ ગરમાયુ છે.
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ દિયોદર, કાંકરેજ અને પાલનપુર વિધાનસભા ઉપર હજુ કોઈ જ ઉમેદવારની સતાવાર જાહેરાત કરાઈ નથી. છતાં આજે દિયોદરના કોંગ્રેસના ધારસભ્ય શિવાભાઈ ભુરિયાએ આજે કોંગ્રેસના નેતાઓ સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
જોકે ફોર્મ ભર્યા બાદ શિવાભાઈ ભુરિયાએ ઝી 24કલાક સાથે વાત કરતા કહ્યું હતું કે, આજે ફોર્મ ભરવાનું સારું મુર્હત હતું. જેથી મેં આજે મારુ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જોકે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી પણ મને પૂરો વિશ્વાસ છે કે પાર્ટી દ્વારા મારું જ મેન્ડેડ આવશે અને ટીકીટ મને જ મળશે અને આ ચૂંટણીમાં મારી જ જીત થશે અને હું જીત્યા બાદ આ વિસ્તારના વિકાસના કામો બાકી છે તે પ્રાથમિકતાથી કરીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે