Home> Gujarat
Advertisement
Prev
Next

Shravan: આશરે 500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયું હતું આ શિવલિંગ, મહિલાઓમાં છે ખાસ માન્યતા

આજે આ ચમત્કારીક કોટેશ્વર મહાદેવના દર્શને દુર દુરથી હજારો શિવભક્તો દાદાના દરબારમા માથુ ટેકવવા આવે છે. અને શિવજી તેમની તમામ મનોકામનાઓ પુરી કરે છે.

Shravan: આશરે 500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયું હતું આ શિવલિંગ, મહિલાઓમાં છે ખાસ માન્યતા

અમરેલી: શ્રાવણ માસ એટલે શિવ ઉપાસનાનુ શ્રેષ્ઠ પર્વ છે. ત્યારે અમે આજે આપને એક એવા શિવાલય (Shivalaya) ના દર્શન કરાવીએ કે જેની કથા સોમનાથ મંદિર સાથે જોડાયેલી છે અને આ શિવલીંગ (Shivling) નો ઇતિહાસ અનોખો છે. રાજુલા તાલુકાના ઝોલાપુર ગામે આવેલા બિરાજમાન છે કોટેશ્વર મહાદેવ.

fallbacks

કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ અનેરો છે. આજથી પાચસો વર્ષ પહેલા એક ઉંડા ખાડામા આ શિવલીંગ જોવા મળ્યુ હતુ. ત્યારે ગામલોકોએ આ શિવલીંગને ઉપર લેવા ખોદકામ શરુ કર્યું હતું. પરંતુ તેનુ મુળ નહી આવતા એ શિવાલયની એમજ સ્થાપના કરી હતી. અને પુરા કદના આ શિવલીંગની પુજા કરવામા આવતી હતી. લોક કથા મુજબ જ્યારે મહમદ ગઝનીએ સોમનાથનું મંદિર તોડયુ ત્યારબાદ તેની સેના ઝોલાપુર ગામે આવી ચડી હતી. શિવલીંગ (Shivling) ને તલવાર જેવા હથીયારોથી તોડતા એમાથી લોહી અને ભમરાઓ ઉત્પન્ન થતા સૈનિકોને ભાગવું પડ્યું હતું.

આજે પણ શિવલીંગ (Shivling) ઉપર તલવારના ઘાનો વાઢ ચોખ્ખો નજરે પડે છે. અને કાળક્રમે આ શિવાલયનો જીર્ણોધ્ધાર થતો ગયો. આજે આ ચમત્કારીક કોટેશ્વર મહાદેવના દર્શને દુર દુરથી હજારો શિવભક્તો દાદાના દરબારમા માથુ ટેકવવા આવે છે. અને શિવજી તેમની તમામ મનોકામનાઓ પુરી કરે છે. આ શિવાલયની એક ખાસ વિષેશતાએ પણ છે કે, શ્રાવણ માસમાં અહિંયા અલગ જ દિપમાળા કરવામા આવે છે. જેમા સવાપાચ કિલો ઘીની સવાપાચસો કોડીયાની દિપમાળા કેળના થંભને કોતરીને ડીઝાઈન બનાવી આરતી કરાય છે.

D Mart: જો તમારા ફોનમાં ડી-માર્ટના નામે ડિસ્કાઉન્ટની લિંક આવે તો ચેતી જજો

મંદિરની બીજી વિષેશતા એ છે કે, અહિંયા મંદિરમાં આઠ ઘંટ અને દેશી ઝાલરો તેમજ શંખ અને એક નગારુ છે. આ વાદ્યો વગાડીને જ આરતી કરાય છે. જેના નાદથી આખુયે શિવાલય ગુંજી ઉઠે છે. અહિયા આરતી સમયે ગામના વડીલો બાળકો સહિત મહિલાઓની પણ મોટી સંખ્યામા હાજરી જોવા મળે છે. આ કોટેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાચિન કલાકૃતિથી સજ્જ ગણપતિજી હનુમાનજી,માતા પાર્વતિ અને નંદિ તેમજ કાચબાના દર્શન થાય છે. આમ દાદાના દરબારમાં આવનારા તમામ ભક્તજનોની મનોકામનાઓ પુર્ણ થાય છે.

ઝોલાપુર ગામે આવેલ આ કોટેશ્વર મહાદેવના દર્શને આવનાર શિવભક્તોની દરેક મનોકામનાઓ પુરી થતી હોઇ લોકો ખાસ શ્રાવણ માસમા દર્શને આવે છે. અને આસપાસના ગામડેથી પણ ખાસ દર્શન કરવા શિવભક્તો આવે છે. ત્યારે આ સ્વયંભુ પ્રકટ કોટેશ્વર દાદાની ગામ ઉપર અસીમ ક્રુપા છે જેના કારણે ગામ સુખી હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

Virat Kohli ફિટ રહેવા માટે પીવે છે 'બ્લેક વોટર', એક લીટરની કિંમત ઉડાવી દેશે હોશ

આ શિવલીંગ સ્વયંભુ પ્રગટ થયેલ હોઇ અહિયા મહિલાઓ પણ ખાસ માનતાઓ કરીને આવે છે. ખાસ કરીને નિસંતાન બહેનો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીમાં પણ અનેરી આસ્થા જોવા મળે છે. અને આખુ ગામ આ મંદિરનો અનેરો મહિમા જાણતુ હોવાથી અહિનુ મહાત્મ વિષેશ રીતે જોવાઈ છે. ત્યારે કોટેશ્વર દાદાના દરબારમા આસ્થા રાખનાર સ્થાનિકોની મહાદેવ ઉપર પુરી શ્રદ્ધા છે.

ઝોલાપુર (Jolapur) ગામ આવેલ આ વિરાટ સ્વયંભુ કોટેશ્વર મહાદેવના અનેરા ઐતિહાસીક મહાદેવ મન્દિરે આવનારા લોકોની આસ્થા દિન પ્રતિદિન વધતી જતી હોઇ હવે અહિયા એક નાનકડુ યાત્રાધામ બની રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More