Home> Gujarat
Advertisement
Prev
Next

તમે ક્યારે પણ નહીં જોયો હોય આવો નજારો, ફટાફટ કરો સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો બીચ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા પ્રવાસન ક્ષેત્રને વિકાસને નવી ગતિ મળી છે

તમે ક્યારે પણ નહીં જોયો હોય આવો નજારો, ફટાફટ કરો સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો બીચ

દ્વારકા: યાત્રાધામ દ્વારકા નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ સહેલાણીઓ માટે આજથી ખુલો મૂકાયો છે. અગાઉ ભારે વરસાદ, પવન અને દરિયામાં કરંટના કારણે દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સહેલાણીઓ માટે શિવરાજપુર બીચ બંધ રાખવામાં આવ્યો હતો. હાલ વાતાવરણ સ્વચ્છ થતાં શિવરાજપુર બીચ પર સહેલાણીઓ માટે અવર જવરની છૂટ આપવામાં આવી છે. પંરતુ જ્યાં સુધી દરીયાઇમાં ભારે કરંટ તેમજ પવન હળવો ન થાય ત્યા સુધી સહેલાણીઓને બીચમાં સ્વિમિંગ કરી શકે નહિ.

fallbacks

fallbacks

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા પ્રવાસન ક્ષેત્રને વિકાસને નવી ગતિ મળી છે. કુદરતના સૌંદર્યનો અદભૂત નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ શિવરાજપુર બીચ પહોંચે છે. ત્યારે અહીંની સુંદરતાને જોઈ લોકોની આંખો ચાર થઈ જાય છે. બ્લુ કલરનું એકદમ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયા કિનારો પ્રવાસીઓને જાણે વિદેશમાં ફરતા હોય એવી અનુભૂતિ કરાવે છે.

ગુજ્જુ બોયનું કોમનવેલ્થમાં શાનદાર પ્રદર્શન, હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ

fallbacks

ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે વરસાદ, પવન અને દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેના કારણે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સહેલાણીઓ માટે શિવરાજપુર બીચ બંધ રાખવામાં આવ્યો હતો. જોકે, હાલ વાતાવરણ સ્વચ્છ થતાં શિવરાજપુર બીચ પર સહેલાણીઓ માટે અવર જવરની છૂટ આપવામાં આવી છે. પંરતુ જ્યાં સુધી દરીયાઇમાં ભારે કરંટ તેમજ પવન હળવો ન થાય ત્યા સુધી સહેલાણીઓને બીચમાં સ્વિમિંગ કરી શકે નહિ તેવું જણાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More