Rajkot News : રાજકોટના ઈન્દિરા સર્કલ નજીક સિટી બસ અકસ્માતમાં ચાર લોકોના મોતો નિપજ્યા છે. ત્યારે અકસ્માતના વધુ એક દ્રશ્યો સામે આવ્યા છે. સિટી બસની અંદરથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા. બસમાં લાગેલા કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે.
બસની બ્રેક ફેલ હતી જ નહિ - ખુલાસો
રાજકોટમાં અકસ્માતની ઘટનાને લઈને એક તરફ મૃતક પરિવારોમાં આક્રોશ છે. તેવા સમયે આજે હકીકત સામે આવી છે કે, બસની બ્રેક ફેલ હતી જ નહી.. પ્રાથમિક તપાસમાં બસમાં કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું છે. RTOની પ્રાથમિક તપાસમાં કેટલીક વિગતો સામે આવી છે. બસ ખરીદ્યાને 19 મહિના જ થયા હતા. બસનો વીમો ચાલુ હતો, બસમાં કોઈ જાતની ખામી નહોતી. FSL રિપોર્ટમાં વધુ વિગતો સામે આવી શકે છે.
આ સાથે અકસ્માતની ઘટનાના બીજા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે બસની અંદર લાગેલા કેમેરામાં કેદ થયા હતા. કઈ રીતે બસ વાહનચાલકોને કચડે છે તે આ દ્રશ્યોમાં દેખાય છે. જ્યારે કે અકસ્માતની આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ ઉગ્ર જોવા મળી રહ્યું છે.
ગુજરાતીઓને દારૂ માટે સરકારે જ દરવાજા ખોલ્યા, અહીં દારૂની દુકાનો કોના માટે ખૂલી?
તો બીજી તરફ, કોંગ્રેસના નેતાઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માગ કરી હતી. તો NSUIએ સિટી બસ રોકીને વિરોધ નોંધાવ્યો હતો..જોકે પ્રદર્શન કરતા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
રાજકોટમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માતનો સર્જ્યા બાદ સિટી બસના પાર્કિંગ સ્થળની ZEE 24 કલાકે તપાસ કરી હતી. બસના પાર્કિંગ સ્થળ પાસેથી દારૂની ખાલી બોટલો મળી હતી. રૈયા ચોકડી નજીકના પાર્કિંગ સ્થળે દારૂની રેલમછેલ થતી હોવાનું સ્પષ્ટ દેખાય છે. સિટી બસના પાર્કિંગમાં દારૂની મહેફિલો થતી હોવાની આશંકા છે.
કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી...
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો. મ્યુ.કમિશ્નરની ચેમ્બરનો ઘેરાવ કરાયો હતો. કોંગ્રેસના જૂના નેતાઓ મેદાને આવ્યા છે. અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, ભીખુભાઇ વારોતરિયા, બિપેન્દ્રસિંહ જાડેજા, વસરામ સાગઠિયા, મહેશ રાજપુતે વિરોધની કમાન સંભાળી હતી.
ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા શરૂ, શું આપ-કોંગ્રેસ ગુજરાતમાં ‘હમ સાથ સાથે હૈ’ કરશે?
અકસ્માત બાદ કંપનીને માત્ર 2674 રૂપિયાનો દંડ
ચાર લોકોનો ભોગ લેનાર સિટી બસનું સંચાલન કરતી કંપનીને કોર્પોરેશન માત્ર 2674 રૂપિયાનો દંડ કરશે. કોર્પોરેશન અને કંપની વચ્ચે કરાર મુજબ દંડ થશે. સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની PMI કંપની પાસે છે. બસનું સંચાલન વિશ્વકર્મા અને નારાયણ એજન્સી કરે છે. એજન્સીનું સંચાલન પૂર્વ આસિ. ઈજનેર જસ્મીન રાઠોડ કરે છે. આ એજન્સીનું સંચાલન ભાજપના નેતા વિક્રમ ડાંગર કરે છે. પોલીસ કમિશનરે અલગ અલગના વિભાગના અધિકારી સાથે બેઠક કરી હતી અને સિટી બસ કંપની અને એજન્સી સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પરંતું શું કંપનીને માત્ર આટલો જ દંડ કરાય.
એજન્સીના કામમાં ભ્રષ્ટાચારની ગંધ
કરોડો રૂપિયાના સિટીબસ સંચાલનમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ઇલેક્ટ્રિક બસ કંપની PMI દિલ્હીની છે. જેણે ભાજપના નેતા વિક્રમ ડાંગરની વિશ્વમ કંપની સાથે કરાર કર્યો છે. બસના ડ્રાઈવર સ્થાનિક સ્તરે લેવામાં આવ્યા હતા. વિશ્વમ સિટી બસ સાથે જુલાઈ 2022માં કોન્ટ્રાક્ટ કરાયો હતો. કોન્ટ્રાક્ટ બાદ અનેક વખત કંપનીને નોટિસ મળી હતી. વારંવાર દંડ થવા છતા કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ.
ગુજરાતના વેપારીનો સનસનીખેજ ખુલાસો, ભાગેડું મેહુલ ચોક્સીએ મને 128 કરોડમાં નવડાવ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે