Home> Gujarat
Advertisement
Prev
Next

Shocking!! મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યુ તો અંદર સાપોનો ગુચ્છો ફરતો દેખાયો

પાલનપુરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. પાલનપુરની રાધે રેસિડન્સીમાં એક મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યું તે ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક-બે નહિ, ચાર સાપ નજરે પડ્યા હતા સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપ (snake) ને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા. 

Shocking!! મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યુ તો અંદર સાપોનો ગુચ્છો ફરતો દેખાયો
  • જો તમને વોશિંગ મશીન ગાર્ડન કે ખુલ્લા એરિયામાં મૂકવાની આદત છે તો આ બનાવથી ચેતી જજો 
  • મશીનના એક એક પાર્ટ ખોલતા મશીનની જુદી-જુદી જગ્યા પરથી બે નાના અને બે મોટા સાપ નીકળ્યા 

અલકેશ રાવ/બનાસકાંઠા :પાલનપુરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. પાલનપુરની રાધે રેસિડન્સીમાં એક મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યું તે ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક-બે નહિ, ચાર સાપ નજરે પડ્યા હતા સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપ (snake) ને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા. 

fallbacks

આ પણ વાંચો : માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું? હિટ એન્ડ રનના CCTV મળ્યા

સાપ પકડનાર યુવકે બે મોટા અને બે નાના સાપ વોશિંગ મશીનમાંથી બહાર કાઢ્યા હતા. પાલનપુર પારપડા રોડ પર રાધે રેસિડન્સી આવેલી છે. રાધે રેસિડન્સીમાં રહેતા હરેશભાઇના મકાનની ગેલેરી પાછળના ભાગમાં આવેલી છે. જ્યાં તેઓ સામાન મૂકે છે. અહી તેમનુ કપડા ધોવાનુ વોશિંગ મશીન પણ પડેલુ હોય છે. રવિવારના રોજ તેમના પત્ની દક્ષાબેને કપડા ધોવા માટે વોશિંગ મશીનનું ઢાંકણું ખોલ્યું હતું. ત્યારે એક નાનો સાપ મશીન (snake in washing machine) માં નજરે પડ્યો હતો. આ જોઈને દક્ષાબેન ગભરાઈ ગયા હતા. જેથી દક્ષાબહેને તાત્કાલિક મશીન બંધ કરી પરિવારના સભ્યોને તેની જાણ કરી હતી.

આ પણ વાંચો : ઘટી ગયા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે લેટેસ્ટ પ્રાઈઝ

સાપની વાતથી જ પરિવારના સભ્યો તેમજ આજુ બાજુથી લોકો દોડી આવ્યા હતા અને સાપ પકડવા માટેના એક્સપર્ટસનો સંપર્ક કરાયો હતો. સાપ પકડવાના એક્સપર્ટ રઘુભાઇને જાણ કરતા રઘુભાઇ રાધે રેસિડન્સી ખાતે આવ્યા હતા. મશીનને બહાર કાઢી મશીનના એક એક પાર્ટ ખોલતા મશીનની જુદી-જુદી જગ્યા પરથી બે નાના અને બે મોટા સાપ નીકળ્યા હતા. ચાર સાપ જોઈ પરિવાર તથા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. 

આ પણ વાંચો : ગીર જંગલમાં પ્રવાસીઓની નજર સામે થઈ બે સિંહોની લડાઈ, Video થયો વાયરલ

મકાનની પાછળ ખેતર હોવાથી સાપ આવ્યા 
મકાનની પાછળના ભાગે ખેતર હોવાના કારણે આ સાપ વોશિંગ મશીનમાં આવી ચઢ્યા હતા. રાધે રેસિડન્સિમાં રહેતા રાજુભાઇના મકાન પાછળ ખેતર હોવાના કારણે ખેતરમાંથી સાપ મશીનમાં આવી ગયા હતા. પરંતુ આવી રીતે એકસાથે ચાર સાપ નીકળે એ વિચારથી જ લોકોમાં ડર પેસી ગયો હતો. ચારેય સાપને પકડી સુરક્ષીત જગ્યા પર છોડી મુકવામાં આવ્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More