Surat News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન ચીખલી અને વલસાડ જિલ્લાની બે કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષા દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ વિદ્યાર્થી બોલપેન પર પેન્સિલથી લખેલા જવાબો ઉત્તરવહીમાં નકલ કરતાં ફ્લાઇંગ સ્ક્વોડના હાથે રંગે હાથ ઝડપાયા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓને રૂ. 2,500નો દંડ ફટકારવામાં આવ્યો છે અને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાને લઈને વધુ કડક કાર્યવાહી માટે યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને પ્રેક્ટિસ ઈન્કવાયરી કમિટીને રિપોર્ટ સોંપ્યો છે.
આગામી દશકો વધુ ખરાબ હશે! અંબાલાલે જે આગાહી કરી તે ભયંકર...અમેરિકાથી અમદાવાદ સુધી અસર
હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન, ચીખલી અને વલસાડની બે કોલેજોમાં ફ્લાઇંગ સ્ક્વોડની આકસ્મિક તપાસમાં ત્રણ વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા ઝડપાયા હતા.
ચંડોળાનો કુખ્યાત લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરાયો, 6 દિવસના રીમાન્ડ મંજૂર
આ વિદ્યાર્થીઓએ બોલપેન પર પેન્સિલથી સૂક્ષ્મ અક્ષરોમાં જવાબો લખીને ઉત્તરવહીમાં નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટી પ્રશાસને આ વિદ્યાર્થીઓને રૂ. 2,500નો આર્થિક દંડ ફટકાર્યો છે અને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક આપવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાનો વિગતવાર રિપોર્ટ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને પ્રેક્ટિસ ઈન્કવાયરી કમિટીને સોંપવામાં આવ્યો છે, જેના આધારે વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવાઈ શકે છે.
12 મેના રોજ બંધ રહેશે સ્કૂલ, કોલેજ, ઓફિસ અને બેંક! શું છે મોટું કારણ? તમારા શહેરમાં
આ ઘટના અત્યંત ગંભીર છે. અગાઉ કૉપી કેસ જેવા કિસ્સાઓ સામે આવતા હતા, પરંતુ આવો કિસ્સો પ્રથમ વખત નોંધાયો છે, જેમાં બોલપેન પર પેન્સિલથી સૂક્ષ્મ અક્ષરોમાં જવાબો લખીને નકલ કરવામાં આવી રહ્યા હતા. ફ્લાઇંગ સ્ક્વોડે આ વિદ્યાર્થીઓને રંગે હાથ ઝડપી લીધા છે. તેમને આર્થિક દંડ અને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક આપવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે