Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: પ્રમોશન માટે હેવાન બન્યો પતિ, પત્નીને બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા કર્યું દબાણ

શહેરના નારણપુરામાં રહેતા એક વ્યક્તિએ પ્રમોશન માટે તેની પત્નીને બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાનો કીસ્સો સામે આવ્યો છે. એ

અમદાવાદ: પ્રમોશન માટે હેવાન બન્યો પતિ, પત્નીને બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા કર્યું દબાણ

અમદાવાદ: શહેરના નારણપુરામાં રહેતા એક વ્યક્તિએ પ્રમોશન માટે તેની પત્નીને બોસ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાનો કીસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં મહિલાનો આક્ષેપ છે કે, તેનો પતિ તેને બોસ પાસે અન્ય છોકરીઓ પહોંચાડવા માટે પણ મજબૂર કરતો હતો. આમ કરવાની ના પાડતા તેના પતિએ તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું.મહિલાનું કહેવું છે કે, તેના પતિ અને સસરાએ તેના દાગીના પણ વેચી દીધા છે. ક્યારેક તો તેનો પતિ તમામ હદો વટાવી દેતો અને બળજબરીપૂર્વક દારૂ તથા સિગારેટ પણ પીવડાવતો. હાલ આ સમગ્ર મામલે નારણપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

fallbacks

મળતી માહિતી મુજબ મહિલાના પતિ અને સસરા પર સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાના શોખીન છે. આ માટે તેમણે મહિલાના દાગીના પણ વેચી માર્યાં તેવો મહિલાનો આક્ષેપ છે. પતિ તેની પત્નીને જબરદસ્તીથી દારૂ અને સિગરેટ પીવડાવતો અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો હતો. મહિલાના પતિ સુમિતે મહિલાને જે જગ્યા પર તે કહે ત્યાં છોકરીઓ પહોંચાડવા પણ કહ્યું હતું.

મહિલાના પતિ સુમિતએ નોકરીમાં પ્રમોશન માટે મહિલાને બોસ સાથે એક રાત શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું. આ માટે જો કે મહિલા તૈયાર થઈ નહોતી, જેને પગલે મહિલાને તેના સાસુ-સસરા નાની નાની બાબતે મ્હેણા અને ટોણા મારી માનસિક શારિરીક ત્રાસ આપતા હતા. સસરા અને પતિએ કાયાને માર મારતા કંટાળી તેણીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More