ચિરાગ જોશી/વડોદરા : મહિલાઓની સલામતી મામલે ગુજરાત હવે દિલ્હી જેવુ બદનામ બની રહ્યું છે. ગુજરાતમાં હવે નાની બાળકીઓ અને કિશોરીઓ પણ સલામત નથી. આવામાં વડોદરાના વાઘોડિયાના એક ક્લાર્કની દુરાચારી નીતિ સામે આવી છે. વાઘોડિયાના હાઇસ્કુલના ક્લાર્કે 13 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી છે. ક્લાર્કે ભર બજારમાં હાથ પકડી વિદ્યાર્થીનીની છેડતી કરતા ઉહાપોહ મચી ગયો છે. ત્યારે વિદ્યાર્થીનીના પરિવારે જરોદ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી.
બન્યું એમ હતું કે, 13 વર્ષની વિદ્યાર્થીની જઈ રહી હતી ત્યારે ગણપત ભાલિયા નામનો શખ્સ ત્યાં આવી ચઢ્યો હતો. ગણપત ભાલિયા શાળામા ક્લાર્કની ડ્યુટી કરે છે. ત્યારે ગણત ભાલીયાએ વિદ્યાર્થીનીને રૂપિયા આપીને ફરવા જવાની ઓફર કરી હતી. આ જોઈ વિદ્યાર્થીની હેબતાઈ ગઈ હતી. તેણે માતાપિતાને આ વાત કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીના પરિવારે જરોદ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી. હાઈસ્કૂલના ક્લાર્ક સામે છેડતી અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદના લઈને ગણપત ભાલીયા નામના ક્લાર્કની શોધખોળ પોલીસે શરૂ કરી.
આ પણ વાંચો : દેશભરમાં ભડકેલા જૈનોના સમર્થનમાં આવ્યા ઔવેસી, આપી દીધું મોટું નિવેદન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે