Home> Gujarat
Advertisement
Prev
Next

BAPS મંદિરના પૂજારીએ મનોદિવ્યાંગ યુવતી પર કર્યું ન કરવાનું કામ! યુવતી ટોઇલેટ ગઈ'ને બાળક જન્મ્યું

ઉમરેઠના રામ તલાવ પાસેથી ગઈકાલે મૃત નવજાત શિશુ મળી આવતા પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઉમરેઠના BAPS સ્વામિનારાયણ મંદિરની પાસે રહેતી મનોદિવ્યાંગની યુવતીએ મૃત બાળકને જન્મ આપી ત્યજી દીધું હોવાનું ખુલ્યું હતું.

BAPS મંદિરના પૂજારીએ મનોદિવ્યાંગ યુવતી પર કર્યું ન કરવાનું કામ! યુવતી ટોઇલેટ ગઈ'ને બાળક જન્મ્યું

બુરહાન પઠાણ/આણંદ: આણંદના ઉમરૅઠમાં ગઈકાલે રામતલાવ પાસેથી મૃત નવજાત શિશુ મળવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમા BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી એ મનોદિવ્યાંગની યુવતી પર દુષ્કર્મ ગુજારવાના કારણે યુવતી ગર્ભવતી બનતા બાળકીએ મૃત બાળકીને જન્મ આપી ત્યજી દીધો હોવાનો આક્ષેપ થયો છે. 

fallbacks

વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ

ઉમરેઠના રામ તલાવ પાસેથી ગઈકાલે મૃત નવજાત શિશુ મળી આવતા પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઉમરેઠના BAPS સ્વામિનારાયણ મંદિરની પાસે રહેતી મનોદિવ્યાંગની યુવતીએ મૃત બાળકને જન્મ આપી ત્યજી દીધું હોવાનું ખુલ્યું હતું. જો કે યુવતીના પિતાએ તેમની દીકરી પર સ્વામિનારાયણ મંદિરના પુજારીએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ધાક ધમકીઓ આંપી હોવાનો આરોપ લગાવ્યો હતો. 

'માવજી પટેલથી ભાજપને કોઈ જ ફેર નહિ પડે, ભાજપના ઉમેદવાર જંગી મતોથી વિજય થશે'

જયારે બીજી તરફ મંદિરના પૂજારી કાંતિભાઈ વાઘેલાએ દુષ્કર્મના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અને યુવતી મંદિરમાં ભોજન લેવા આવતા નહી આપ્યું હોવાથી ખોટો આક્ષેપ લગાવ્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસના જણાવ્યા અનુસાર એકજીક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં પીડિત યુવતીનું નિવેદન લેતા યુવતીએ આરોપીનુ નામ લીધું નહિ હોવાનું જણાવ્યુ હતુ. 

લો બોલો! અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લેઆમ થાય છે ગાંજાની હેરાફેરી, યુવકોના થેલામાંથી

જો કે આ મામલામાં નવજાત શિશુના મૃતદેહને જાહેરમાં નિકાલ કરવા બદલ યુવતીની માતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે. તેમજ નવજાત શિશુ ના DNA ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. 

ગુજરાતના આ જિલ્લામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More