Home> Gujarat
Advertisement
Prev
Next

Shocking Video : અમદાવાદ રિવરફ્રન્ટ પર ક્રુઝમાં ચઢતી મહિલા નદીમાં પડી

Viral Video : અમદાવાદમાં રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતાં મહિલા પાણીમાં ગરકાવ, શુક્રવારે રાતે બન્યો હતો આ બનાવ

Shocking Video : અમદાવાદ રિવરફ્રન્ટ પર ક્રુઝમાં ચઢતી મહિલા નદીમાં પડી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદીઓના ફેમસ પિકનિક સ્પોટ પર આજે એક દુર્ઘટના બની હતી. અમદાવાદ રિવરફન્ટ પર ક્રૂઝમાં બેસવા જતા મહિલા પાણીમાં ગરકાવ થઈ હતી. ક્રૂઝના સંચાલકની બેદરકારીના કારણે મહિલા નદીમાં પડી ગઈ હતી. જોકે, ક્રુઝના સંચાલકોએ મહિલાને બચાવવાની પણ તસ્દી ન લીધી. મહિલાને બચાવવા પરિવાર અને બાળકોએ બૂમો પાડી પણ બોટના ચાલકો મહિલાને બચાવવા પણ આવ્યા ન હતા. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. જેમાં એક મહિલા ક્રુઝ બોટમાં બેસવા જતી હતી ત્યારે નદીમાં પડી હતી. બન્યું એમ હતું કે, પ્લેટફોર્મ અને ક્રુઝ બોટ વચ્ચે અંતર વધુ હોવાને કારણે મહિલા સીધી પાણીમાં જ પડી હતી. આ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને મહિલાને પાણીમાંથી તરત બહાર કાઢી હતી. આમ, મહિલાનો જીવ બચી ગયો હતો. 

જોકે, મહિલા નદીમાં પડતા જ ક્રુઝ બોટના સંચાલકો કે કર્મચારીઓ કોઈ મદદે આવ્યા ન હતા. જો ક્રુઝના ચાલકે અંતર યોગ્ય રાખ્યુ હોત તો આ બનાવ બન્યો ન હોત. તેમજ મહિલાની મદદે પણ કોઈ આવ્યુ હતું. જોકે, ક્રૂઝમાં બેસતા મહિલા પાણીમાં પડી જાય છે તેનો વીડિયો સ્થાનિકોએ ઉતારીને વાયરલ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More