Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત

અમદાવાદમાં કોરોના પ્રસરી રહ્યો છે, પણ થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ૧૧ જેટલા સંતો કોરોનાથી સંક્રમિત થયા છે. ૧૧ જેટલા સંતોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોના સ્વાસ્થ્ય સુધારા પર છે. પરંતુ 11 ભક્તોને કોરોના થતા બાકીના સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તકેદારીના તમામ પગલા મંદિરમાં લેવામાં આવ્યા છે. 

અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં કોરોના પ્રસરી રહ્યો છે, પણ થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ૧૧ જેટલા સંતો કોરોનાથી સંક્રમિત થયા છે. ૧૧ જેટલા સંતોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોના સ્વાસ્થ્ય સુધારા પર છે. પરંતુ 11 ભક્તોને કોરોના થતા બાકીના સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તકેદારીના તમામ પગલા મંદિરમાં લેવામાં આવ્યા છે. 

fallbacks

ભરતસિંહ સોલંકીની તબિયત સુધારા પર, કોવિડની ટ્રીટમેન્ટમાં વપરાતા ઈન્જેક્શનો અપાયા    

તો નડિયાદ સંતરામ મંદિરમાં રસોડા વિભાગના મહારાજ શ્રી દેવલોક પામ્યા છે. નામદાસ મહારાજનો આત્મા મહારાજશ્રીની અખંડ જ્યોતમાં લીન થયો છે. 76 વર્ષની ઉંમરે મહારાજશ્રી દેવલોક પામ્યા છે. ત્યારે મંદિરમાં મહારાજ શ્રીનો પાર્થિવ દેહ દર્શન માટે મુકાયો છે. બપોરે ૧૨ વાગ્યે માહારાજ શ્રીને સમાધિ આપવામાં આવશે. જેથી આ પહેલા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે. 

Unlock 2 : અમદાવાદથી આજે વધુ  ST બસ દોડશે, પરંતુ રસ્તા વચ્ચેથી કોઈ મુસાફર નહિ લેવાય

ગત 24 કલાકમાં રાજ્યમાં  620 નવા દર્દી નોંધાયા છે. જેમાં 619 દર્દી નવા નોંધાયા છે. જ્યારે 422 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાંથી અમદાવાદ કોર્પોરેશનના 9 લોકોના મોત નિપજ્યા છે. તો અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15 કેસ સાથે કોરોનાના કેસ 829 થયા છે. 24 કલાકમાં એક પણ દર્દીનુ મોત થયું નથી. અત્યાર સુધી કુલ 54 લોકોના મોત નિપજ્યાં છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More