ઝી બ્યુરો/અંબાજી: કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે દીપ પ્રગટાવીને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીના ગબ્બર તળેટીમાં એક જ દિવસમાં એક જ સ્થળે 51 શક્તિપીઠ મંદિરોના દર્શનનો લાભ મળે તેને લઇ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતુ ધાર્મિક સ્થળ બન્યું છે.
ખતરનાક આગાહી! ગુજરાતના માથે ખતરનાક સિસ્ટમ સક્રિય! વાવાઝોડા સાથે આ જગ્યાએ પડશે વરસાદ
2014માં વિવિધ દેશ વિદેશ માં સ્થાપિત થાયેલા હોય તેજ પ્રકાર ના મંદિરો ની સ્થાપના સાસ્ત્રોક વિધિ પ્રમાણે ગબ્બર માં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ શક્તિપીઠ મંદિરો ની પરિક્રમા નું પણ આયોજન હાથ ધરાયુ છે. તેનો આજે પાટોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દીપ પ્રગટાવીને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
મહાકુંભ જનારા માટે આવ્યા મોટા ખુશખબર: ગુજરાતના આ શહેરમાંથી શરૂ કરાઈ સ્પેશિયલ ટ્રેન
જોકે આ પરિક્રમા મહોત્સવ ના પ્રારંભે સૌ પ્રથમ કેબિનેટ મંત્રી એ ધ્વજા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આજે પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા છે, જયારે આ પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 જેટલી એસટી બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાતા ગબ્બર પરિક્રમા મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ વિસ્તારમાં હતો ખૌફ! માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા...
જોકે આજે સાંજે ગુજરાત ના મુખ્યમંત્રી પણ અંબાજી ખાતે પહોંચનાર છે ત્યારે રૂપિયા 13 કરોડ ના ખર્ચે બનેલા અત્યાધુનિક સંસ્કૃત મહાવિદ્યાલય નું લોકાર્પણ કરશે અને ગબ્બર પરિક્રમા મહોત્સવ માં ગંટળી યાત્રાનો પણ પ્રારંભ કરાવી દિવ્યાંગ લાભાર્થીઓ ને વિવિધ યોજનાના લાભોનું પણ વિતરણ કાર્યક્રમ યોજશે.
માત્ર 3 કલાકમાં પુરી થશે મુંબઈથી અમદાવાદની યાત્રા! આ 12 સ્ટેશનો પર ઉભી રહેશે ટ્રેન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે