Home> Gujarat
Advertisement
Prev
Next

Banaskantha: સિંગર દિવ્યા ચૌધરીએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 3 લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે (Wedding Occasions) સિંગર દિવ્યા ચૌધરીનો (Singer Divya Chaudhary) સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે

Banaskantha: સિંગર દિવ્યા ચૌધરીએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 3 લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: સોશિયલ ડિસ્ટન્સના (Social Distance) ધજાગરાત ઉડાવતો વધુ એક વીડિયો (Viral Video) સામે આવ્યા છે. કાંકરેજ તાલુકામાં લગ્ન પ્રસંગે (Wedding Occasions) સિંગર દિવ્યા ચૌધરીનો (Singer Divya Chaudhary) સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે ZEE 24 કલાકના અહેવાલ બાદ આ મામલે થરા પોલીસે (Thara Police) દિવ્યા ચૌધરી સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે.

fallbacks

કાંકરેજ તાલુકાના (Kankraj Taluka) થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી (Singer Divya Chaudhary) દ્વારા સોશિયલ ડિસ્ટન્સના (Social Distance) ભંગ કરાયો હતો અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં (Wedding Occasions)  માસ્ક વગર અને લોકોની ભીડ એકત્રિત કરી સરેઆમ કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) ઉલ્લંઘન કર્યું હતું.

આ પણ વાંચો:- પાવાગઢ મંદિર હજુ આ તારીખ સુધી રહેશે બંધ, ચાંપાનેરમાં પણ મુલાકાતીઓની એન્ટ્રી પર રોક

દિવ્યા ચૌધરીએ (Singer Divya Chaudhary) પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) કર્યો છે. જો કે, સામાન્ય નાગરિક માસ્ક વગર પકડાય છે ત્યારે તેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યા છે પરંતુ જ્યારે આવા લોકો પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. 

આ પણ વાંચો:- ઓડિયો ક્લિપ બાદ રાધનપુરના ધારાસભ્યનું વધુ એક કારસ્તાન, જાહેરમાં કોરોનાના નિયમોનો કર્યો ભંગ

ઉલ્લેખનીય છે કે, કાંકરેજ તાલુકાના થરામાં લગ્ન પ્રસંગે સિંગર દિવ્યા ચૌધરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ભંગ મામલે ZEE 24 કલાકના અહેવાલ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. થરા પોલીસ દ્વારા સિંગર દિવ્યા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. થરા પોલીસ દ્વારા દિવ્યા ચૌધરી, વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકરભાઈ રાજાભાઈ ચૌધરી અને કેટરિંગના સંચાલક પરેશ નાગજીભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More