Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: એક ભૂલના કારણે કમાટીબાગમાં 6 કાળીયારના મોત, 2 ઇજાગ્રસ્ત

કમાટીબાગ પ્રાણી સંગ્રાહાલયમાં સિકીયુરિટી મેનની એક ભૂલના કારણે 6 કાળીયાર હરણના મોત થયા છે. 

વડોદરા: એક ભૂલના કારણે કમાટીબાગમાં 6 કાળીયારના મોત, 2 ઇજાગ્રસ્ત

તુષાર પટેલ/વડોદરા: શહેરના કમાટીબાગમાં સીકીયુરિટીની લાપરવાહીને કારણે છ કાળિયાર ના મોત બીજા ઇજગ્રસ્ત થયા છે. પ્રાણી સંગ્રહાલયની પાછળના ભાગેથી આવી ચડેલા કુતરાઓ દ્વારા 6 જેટલા કાળિયારનો શિકાર કરવમાં આવ્યો જ્યારે બીજા કાળીયારને ઇજા ગ્રસ્ત કરવામાં આવ્યા હતા. બહારથી પ્રવેશેલા શ્વાનના ટોળાએ હરણના પિંજરામાં પ્રવેશી ચાર કળિયારનો કર્યો શિકાર કર્યો હતો. આ ઘટના શુક્રવારે સવારે 5 થી 7 વાગ્યાના અરસામાં બની છે. 

fallbacks

કૂતરાઓ દ્વારા 6 કાળીયારનો કરાયો શિકાર 
કોન્ટ્રાક્ટના સીકીયુરિટીની લાપરવાહીથી 6 કાળિયારના મોત થયા છે. જ્યારે 2 કાળિયાર સારવાર માટે ખસેડાયા છે. કાળિયારના પિંજરામાં કુલ 13 જેટલા કાળિયાર રાખવામાં આવ્યા હતા.જેમાંથી 6 કાળીયારોનો કૂતરાઓ દ્વારા શિકાર કરી લેવાતા કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા.

વધુ વાંચો...ઉનાકાંડ: સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, 11 દોષિતોને આજીવન કેદની સજા

જવાબદાર વ્યક્તિ પર થશે કાર્યવાહી 
મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારી ઘટના સ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ શરૂ કરતા જાણવા મળ્યુ કે સિક્યુરીટી દ્વારા પ્રાણી સંગ્રહાલયના પાછળનો ગેટ ખુલ્લો રાખવાને કારણે કૂતરાઓએ આવીને કાળિયારનો શિકાર કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. અધિકારીઓ દ્વારા માહિતી આપી હતી કે, સિક્યુરિટીના ઇજારદાર સામે પાલિકા દ્વારા કાયદેસરના પગલા લેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More