ઝી મીડિયા/બ્યૂરો: વડોદરામાં (Vadodara) એક જ પરિવારના 6 સભ્યોએ આપઘાતના (Suicide) પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વડોદરાના સમા વિસ્તારમાં રહેતા એક સોની પરિવારના (Soni Family) 6 સભ્યોએ એક સાથે ઝેરી દવા (Toxic Drug) પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે આ મામલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના (Vadodara) સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી 13 નંબરના મકાનમાં રહેતા સોની પરિવારના (Soni Family) 6 સભ્યોએ એક સાથે ઝેરી પદાર્થ પીને આપઘાત (Suicide) કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત અતિ ગંભીર હોવાથી તેમને વડોદરા શહેર પોલીસ (Vadodara City Police) તેમજ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક ધોરણે ટેમ્પામાં ભરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- કેવડિયામાં થશે 'કમલમ'ની ખેતી, આદિવાસી વિસ્તારોમાં થશે અનોખા ફળનું ઉત્પાદન
મહત્વની વાત એ છે કે, આર્થિક તંગીના કારણે આ સોની પરિવારે (Soni Family) આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. નરેન્દ્ર સોની પરિવારના 6 સભ્યોએ આપઘાત કર્યો છે. જેમાં સોની પરિવારના મોભી નરેન્દ્ર સોની સહિત ત્રણ લોકોના મોત થયા છે. જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી તેમની પુત્રી રિયા સોની અને ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે નરેન્દ્ર સોનીના પત્ની તેમજ પુત્ર અને પુત્રવધુની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ વડોદરા શહેર પોલીસનો (Vadodara City Police) કાફલો સોની પરિવારના ઘરે પહોંચી ગયો છે અને વધુ તપાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો:- Gujarat Government કહે છે કોરોનામાં આવક ઘટી, પણ માસ્ક ન પહેરનાર અમદાવાદીઓ પાસેથી 26 કરોડ લીધા
જો કે, આસપાસના લોકો પાસેથી મળતી માહિતી અનુસાર સોની પરિવાર છેલ્લા એક- દોઢ વર્ષથી કોઈપણ ઘંઘા-નોકરી વગર પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. તેમની પાસે ઘર ચલાવવા માટે પણ પૈસા ન હતા. તેઓએ પોતાનું મકાન પણ વેચી દીધું હતું અને તેમના મકાનની સામે આવેલા મકાનમાં તેઓ ભાડે રહેતા હતા. આ ઉપરાંત મંગળ બજારમાં આવેલી તેમની પ્લાસ્ટિકની દુકાન પણ તેઓએ બે મહિના પહેલા વેચી નાખી હતી.
આ પણ વાંચો:- ભલભલાનું હૈયુ દ્રવી ઊઠે તેવા આયશા કેસ પર ઔવેસી બોલ્યા, દહેજભૂખ્યાં સાસરિયાં પર લાનત છે
જેને લઇને પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે કે, આર્થિક તંગીમાં આવી જતા સોની પરિવારે આખરે કોલડ્રિંક્સમાં ઝેરી દવા મિક્સ કરી તમામ લોકોએ પીને આપઘાત કર્યો. ત્યારે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. જો કે, પરિવાર પાસેથી પોલીસને સ્યુસાઇટ નોટ મળી છે કે નહીં તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ પરિવારે સ્યુસાઇટ નોટ લખી હોય. જો કે, સ્યુસાઇટ નોટ સામે આવે તો આ પરિવારે કયા કારણથી આપઘાત કર્યો છે તેનું સાચુ કારણ સામે આવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે