Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં તસ્કરો બેફામ, મોડી રાત્રે બેન્કનું ATM તોડી લાખોની ચોરી, ઘટના CCTV માં કેદ

અમદાવાદમાં ફરી ચોરોએ બેન્ક એટીએમને નિશાન બનાવ્યું છે. રવિવારે મોડી રાત્રે ચોરોએ મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ખાનગી બેન્કના એટીએમને નિશાન બનાવી 10 લાખથી વધુની ચોરી કરી છે. 

અમદાવાદમાં તસ્કરો બેફામ, મોડી રાત્રે બેન્કનું ATM તોડી લાખોની ચોરી, ઘટના CCTV માં કેદ

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ફરી વાત તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર રાતના સમયે બે શખ્સોએ ભેગા મળીને ગેસ કટરની મદદથી એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી. જે ઘટનામાં સામેલ આરોપી સીસીટીવી ફૂટેજમાં કેદ થતા પોલીસે આરોપી ઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે.

fallbacks

અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભાર્ગવ નગર રોડ પર રવિવારે રાતના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. ખાનગી બેંકના એટીએમમાં ચોરીના ઈરાદે બે શખ્સો પ્રવેશ્યા હતા. જેમાં ગેસ કટર અને અન્ય સંસાધનો સાથે પ્રવેશી બેંકના એટીએમને ગેસ કટરથી કાપીને 10 લાખ 74 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈન્ડસઈન્ડ બેંકમાં ચોરીની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમ સ્થળ પર પહોંચી હતી.

આ પણ વાંચોઃ વરસાદ નડ્યો! 8 ટ્રેનો રદ અને 27 ટ્રેન ડાયવર્ટ કરાઈ, ચેક કરી લેજો ટ્રેનોનું આ List

આરોપીઓએ ચોરી કર્યા બાદ ગેસ કટર સહિતના ઉપકરણો એટીએમ રૂમમાં જ મુકી ફરાર થઈ ગયા હોય આ મામલે પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદ લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. એટીએમ રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં બે શકમંદ કેદ થયા છે. તેવામાં પોલીસે આ ઘટનાને પગલે મેઘાણીનગર પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.

આ અંગે જી ડિવીઝનના ઈન્ચાર્જ એસીપી આર.ડી ઓઝા એ જણાવ્યું હતું કે મોડી રાત્રે બેથી ત્રણ વાગેના અરસામાં આ ઘટના બની હતી. આરોપીઓએ 20 થી 25 મીનીટમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ સહિતના પુરાવા ઓ એકત્ર કરી આરોપી ઓની પકડવા માટે ટીમો કામે લગાડવા મા આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More