ચેતન પટેલ/સુરત :વિપક્ષના ફાયરબ્રાન્ડ નેતા અને અમરેલીમાં ભાજપ માટે જાયન્ટ કિલર બનેલા પરેશ ધાનાણી હાલ જોરશોરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સુરતના ખાનગી કાર્યક્રમમાં તેમની સાથે ગજબની દુર્ઘટના બની હતી. પરેશ ધાનાણી જે સોફા પર બેસ્યા એ સોફો ધડામ કરીને તૂટ્યો હતો.
પરેશ ધાનાણી સુરતના પુણા વિસ્તારમાં એક સમાજના કાર્યક્રમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેમાં તેઓ સ્ટેજ પર આગળની રોમાં બેસ્યા હતા. પરેશ ધાનાણી સાથે અમરીશ ડેર અને કનું કલ્સરિયા પણ એક જ સોફા પર બેસ્યા હતા. ત્યારે એકાએક સોફો તૂટ્યો હતો, અને ત્રણેય જણા સોફાની અંદરની જગ્યામાં સમાઈ ગયા હતા. ત્યારે સોફો તૂટવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે