Home> Gujarat
Advertisement
Prev
Next

અધિકારીઓ નશાના ધંધાની રાણીને પકડવા ક્યારેક પાણીપુરીવાળા તો ક્યારેક ભિખારી બન્યા

થોડાક વર્ષો અગાઉ અશફાક બાવા નામના શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારકોટીક્સના કેસમાં ધરપકડ કરી હતી તેની સાથે પણ અમીના બાનું ના સંબંધ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. 

અધિકારીઓ નશાના ધંધાની રાણીને પકડવા ક્યારેક પાણીપુરીવાળા તો ક્યારેક ભિખારી બન્યા

ઉદય રંજન, મૌલિક ધામેચા: અમદાવાદ: અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે કાલુપુર વિસ્તારમાંથી મહિલા ડ્રગ્ઝ ડીલર અમીના બાનું અને તેના સાગરીત સમીર ઉદીન ઉર્ફે બોન્ડ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. છેલ્લા દોઢેક મહિનાથી અમદાવાદ એસઓજી ક્રાઈમ અમીના બાનું ઉપર બાજ નજર રાખીને બેઠું હતું. અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે સૌ પ્રથમ મહિલા ડ્રગ ડીલરની ધરપકડ કરીને અમદાવાદમાં ડ્રગ્સ પેડલરની સીન્ડીકેટની કમર તોડી નાખી છે.

fallbacks

ઉલ્લેખનીય છે કે અમીના બાનું મુંબઈ અન્ડરવર્લ્ડ એટલે કે ડી ગેંગ સાથે પણ સંપર્કમાં હોવાની વિગતો હાલ તપાસ એજન્સી ને મળી આવી છે. ત્યારે મુંબઈ ડ્રગ્ઝ કાર્ટીલ સાદબ બટાકા સાથે પણ અમીના ખુબ નજીક નો ઘરબો ધરાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત થોડાક વર્ષો અગાઉ અશફાક બાવા નામના શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારકોટીક્સના કેસમાં ધરપકડ કરી હતી તેની સાથે પણ અમીના બાનું ના સંબંધ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. 

Gujarat Assembly Elections: 5 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી કરશે પ્રચારની શરૂઆત, જાણો ક્યારે જાહેર થશે પ્રથમ યાદી

ત્યારે સાદાબ બટાકા અને અફાક બાવા આ બંને નામ મુંબઈ અન્ડરવલ્ડ સાથે સંકળયેલા છે. અમીના બાનું લતીફના સમયથી દારૂનો વેપલો ચલાવતી હતી, અને બાદમાં વર્ષ 2003 ની સાલમાં બ્રાઉન સુગરના કેસમાં 10 વર્ષની સજા પણ ભોગવી ચુકી હતી. છેલ્લા થોડાક વર્ષોથી અમીના બાનુ એ એમ.ડી ડ્રગ્ઝનો ધંધો શરૂ કર્યો હતો અને ઘણા મહિનાઓથી એસઓજી ક્રાઈમ બ્રાન્ચ આ મહિલા ડ્રગ ડિલર પર બાજ નજર રાખીને બેઠું હતું. મહત્વનું છે કે આ મહિલા ડ્રગ ડીલર તેના વિસ્તારમાં ડોન તરીકે ઓળખાતી હતી.

અમીના બાનુ ઉપરાંત દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 07 જેટલા અલગ અલગ ગુના અમીના બાનું પર નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ સમીર ઉર્ફે બોન્ડ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં એમ.ડી ડ્રગઝનો ગુનો નોંધાયેલ છે તથા ચેઇન સ્નેચિંગના 30 જેટલા ગુના પણ નોંધાઈ ચુક્યા છે. એસ ઓ જી ક્રાઇમ બ્રાન્ચે અમીના બાનુંને દબોચી લેવા માટે વેશપલટો પણ કર્યો હતો અને અમીના બાનુની ધરપકડ એસઓજી ક્રાઇમે ફિલ્મી સ્ટાઈલે કરી હતી.  

એસઓજી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓ પાણીપુરી વેચવા વાળા, તો કોઈ એ ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. અમીના બાનુ એ આજથી ત્રણેક વર્ષ અગાઉ કાલુપુર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અમીનાબાનુંની ડ્રગ્સ વેચવાની એક ખાસ મોડ્સઓપરેંડી હતી જેમાં અજાણ્યા કોઈ વ્યક્તિને અમીના બાનું ડ્રગ્ઝ આપતી ન હતી.

ભાજપના ગઢમાં ગાબડું પાડવા આપની 'ગેરન્ટી' તો કોંગ્રેસનો 'વાયદો', શું જીતશે જનતાનો વિશ્વાસ

અમીના બાનું પોતાના ઘર માંથી બહાર ઓછી નીકળતી હતી, 05 ગ્રામ અને 10 ગ્રામની એમ.ડી ડ્રગ્સ ની પડીકીઓ બનાવી વેચતી હતી. અમીના બાનું ઓવરહેડ ટાંકી અને આસપાસના પાડોશીના ઘરે ડ્રગ્સનો જથ્થો રાખતી હતી. મહિલા ડ્રગ ડીલર અમીના બાનું ઉર્ફે ડોન મુંબઈની સાદબ બટાકા ગેંગ સાથે હતી સંપર્કમાં હતી અને મુંબઈથી અમીના બાનું ડ્રગ્સનો જથ્થો મંગાવતી હતી. 

મુંબઈથી બાય રોડ એમ.ડી ડ્રગ્સ મંગાવી હતી અમીના બાનું અને ત્યાર બાદ મુંબઈથી ગુજરાત સુધી એક વ્હીકલ અને ગુજરાતમાં આવ્યા બાદ બીજા વ્હીકલ એમ અલગ અલગ વ્હીકલમાં અમદાવાદ પોતાના ઘર સુધી માલ મંગાવતી હતી. પોલીસના હાથમાં વધુ મુદ્દામાલ ન લાગે એ માટેથી અમીના બાનું પોતાના ઘરે 100 ગ્રામથી વધુ એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો રાખતી ન હતી. ત્યારે વધુ આર્થિક ફાયદા માટે હોલસેલમાં જ એમ.ડી ડ્રગ્સ વેચતી હતી. એક દિવસમાં 400 થી 500 ગ્રામ એમ.ડી ડ્રગઝ વેચતી હતી અને ગ્રાહક પાસેથી એક ગ્રામ એમ.ડી ના  2000 થી 2500 રૂપિયા લેતી હતી.

અમીના બાનું ડ્રગ્સના વેચાણ કરવા માટે અને પોલીસના હાથ ન આવે એ માટેથી ગ્રાહક અને અમીનાબાનું વચ્ચે અમુક કોર્ડવર્ડ રાખેલા હતા. જેમાં ડ્રગ્સ ને મન્ચુરિયન, માલ એવા અલગ અલગ નામથી બોલાવતા હતા. હાલ તો અમદાવાદ એસઓજીએ મહિલા આરોપી અમીના પાસેથી 31.31 ગ્રામ MD ડ્રગ્સ પકડાયું છે. જેની ઇન્ટરનૅશન બજાર મુજબ અંદાજીત કિંમત ₹3.31 લાખ થવા પામી છે. ત્યારે એસઓજીએ હાલ અમીનાબાનુનું ડ્રગ્સ ડીલ નું નેટવર્ક ક્યાં ક્યાં પથરાયેલ છે એંગે તપાસ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More
;