Home> Gujarat
Advertisement
Prev
Next

સોખડા સંપ્રદાયના પ્રેમ સ્વામીને અમેરિકામાં કડવો અનુભવ, હળહળતું અપમાન કરાયું!

અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન થતાં તેમણે રસ્તા પરથી જ દંડવત કરી સંત નિર્ધારિત સત્સંગ સમારોહમાં પહોંચ્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા, તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.

સોખડા સંપ્રદાયના પ્રેમ સ્વામીને અમેરિકામાં કડવો અનુભવ, હળહળતું અપમાન કરાયું!

રવિ અગ્રવાલ/વડોદરા: સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામીનું અમેરિકાની ધરતી પર હળહળતું અપમાન થયું હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા છે. અમેરિકાના સોખડા સ્વામિનારાયણ સંચાલિત મંદિરે પ્રેમસ્વરૂપ સ્વામીને દર્શન ન કરવા દેતાં વિવાદ વકર્યો છે. અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામી દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં બાઉન્સરોએ અટકાવ્યા હતા. અમેરિકામાં પણ સામેના જૂથના સત્સંગી સહિતના બાઉન્સરોએ દર્શન માટે અટકાવતા ફરી મંદિરની જૂથબંધી સામે આવી છે. 

fallbacks

અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન થતાં તેમણે રસ્તા પરથી જ દંડવત કરી સંત નિર્ધારિત સત્સંગ સમારોહમાં પહોંચ્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા, તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.

લઠ્ઠાકાંડ ના થાય તો શું થાય? ગુજરાતમાં અહીંથી ઝડપાઈ નકલી દારૂ બનાવવાની ફેકટરી

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક અનુગામી અને યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી અમેરિકાની ધર્મ યાત્રાએ આવ્યા છે. આ ધર્મ યાત્રા દરમિયાન પ્રેમસ્વરૂપ સ્વામી ન્યૂ જર્સી સ્થિત આવેલ મંદિરે પધાર્યા હતા. પરંતુ પ્રેમસ્વરૂપ સ્વામી અને ભક્તોને દર્શન કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. અમેરિકાના ન્યુ જર્સી મંદિરમાં શિલાન્યાસથી માંડીને નિર્માણના દરેક તબક્કે પ્રેમ સ્વરૂપ સ્વામીનું યોગદાન રહેલું છે. ત્યારે હવે તે જ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ભક્તોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી રહી છે. 

Ahmedabad: ભાભી સાથે સંબંધ બાંધતો હતો દિયર, પ્રેમમાં એટલો પાગલ બન્યો કે તમામ હદો વટાવીને...

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી જાહેર રસ્તા પરથી દંડવત કરી દર્શન કરી રહ્યા છે, જેને કારને અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More