Home> Gujarat
Advertisement
Prev
Next

દીકરાનો મૃતદેહ વતન આવતા ગામ લોકો હિબકે ચઢ્યા, સગાઈ માટે લંડનથી આવ્યો હતો

Botad News : બોટાદના હાર્દિક અવૈયાનો મૃતદેહ લવાયો અડતાળા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મૃતક હાર્દિક છેલ્લા 3 વર્ષથી રહેતા હતા લંડન. કામરેજ તાલુકાના વિભૂતિ પટેલ સાથે થઈ હતી સગાઈ...

દીકરાનો મૃતદેહ વતન આવતા ગામ લોકો હિબકે ચઢ્યા, સગાઈ માટે લંડનથી આવ્યો હતો

Air India Plane Crash રઘુવીર મકવાણા/બોટાદ : અમદાવાદમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં બોટાદ જિલ્લાના અડતાળા ગામના વતની હાર્દિકભાઈ અવૈયા ઉંમર 24 વર્ષે નિધન થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાર્દિકનો મૃતદેહ આજે સવારે તેમના વતન અડતાળા ગામે લાવવામાં આવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ યુવાન પુત્રના અકાળે અવસાનથી અવૈયા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.

fallbacks

અમદાબાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ અવૈયાનો મૃતદેહ અડતાળા લાવવામાં આવ્યો હતો. હાર્દિકનો મૃતદેહ ઘરે પહોંચતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. દીકરાના લાશ જોતા જ પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. હાર્દિકને લંડન અભ્યાસ માટે તેના પિતા દેવરાજભાઈ અવૈયાએ જમીન વેચીને મોકલ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અળતાલા ગામના હાર્દિકભાઈ અવૈયા છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ અને નોકરી કરતા હતા. તેમના પિતા દેવરાજભાઈ અવૈયાએ પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે જમીન વેચીને તેમને લંડન મોકલ્યા હતા. દેવરાજભાઈને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે, જેમાં હાર્દિક સૌથી નાના હતા.

હાર્દિકભાઈ તાજેતરમાં જ વતનમાં આવ્યા હતા. કારણ કે તેમનું કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે સગાઈ નક્કી થઈ હતી. દીકરાના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ વિમાન દુર્ઘટનાએ આ ખુશીને માતમમાં ફેરવી દીધી.

અટકેલું ચોમાસું આગળ વધ્યું, ગુજરાતમાં આ તારીખથી આવશે ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

આજે સવારે હાર્દિકભાઈની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળતા જ આખું અડતાળા ગામ હિબકે ચડ્યું હતું. ગામમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા-સંબંધીઓ હાર્દિકભાઈને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા. આ દુઃખદ પ્રસંગે ગઢડા મામલતદાર, પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી અને પરિસ્થિતિને સંભાળવામાં મદદ કરી હતી. 

હાર્દિકના સગા હસમુખભાઈ ગાબાણીએ જણાવ્યું કે, હાર્દિક એક મહેનતુ અને આશાસ્પદ યુવાન હતા જે લંડનમાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યા હતા અને સાથે નોકરી પણ કરતા હતા. તેમના અકાળે નિધનથી અવૈયા પરિવારને, ખાસ કરીને તેમના માતા-પિતા પારાવાર દુઃખ થયું છે. સમગ્ર અડતાળા ગામ આ દુઃખની ઘડીમાં અવૈયા પરિવારની પડખે ઊભું છે.

વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ ટુ લંડન જતી ફ્લાઈટ અંગે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More