ઉદય રંજન/અમદાવાદ: નરોડામાં છૂટાછેડાની તકરારમાં સસરા, જમાઈ અને સાળા વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર મળી રહ્યા છે. જમાઈએ દીકરીને સામાજિક છૂટાછેડા આપી દેતા વિવાદ ચાલતો હતો. આ વિવાદના સમાધાન કરવા મુદ્દે બંને પક્ષએ એકબીજા પર હુમલો કર્યો છે. નરોડા પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.
અંબાલાલ પટેલની આ આગાહીથી તૌબા પોકારી જશો! ચક્રવાત, માવઠું અને ઠંડી, ગુજરાત પર સંકટ!
અમદાવાદમા પતિએ બે બાળકો સાથે પત્નીને છૂટાછેડા આપતા ઘર્ષણ થયું છે. જમાઈ, સસરા અને સાળા વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાના વિડિઓ વાયરલ થયો છે. લાકડી અને છરીથી હુમલો કરતા જમાઈ અને સાળો ઘાયલ થયા હતા. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી રમેશજી વણઝારા છે. જેમની જમાઈ ખેતાનજી વણઝારા પર હુમલો કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
ત્રીજા માળેથી પુત્રને ફેંકી જનેતાની મોતની છલાંગ! પોલીસકર્મીની પત્ની-પુત્રએ જીવન...
ઘટનાની વાત કરીએ તો આરોપી રમેશજીની દીકરી સુનિતા સાથે જમાઈ ખેતાનજીએ સામાજિક છૂટાછેડા લઈ લીધા હતા. જેનો વિવાદ ચાલી રહ્યો હતો. સસરા રમેશજી વણઝારા, બે સાળા વિશાલ અને મહેન્દ્ર એ વિવાદનું સમાધાન કરવા નરોડા GIDC નજીક મળ્યા હતા..પરંતુ વિવાદ વધતા એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં ખેતાનજી અને તેમનો સાળો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડિઓ સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો.. જેથી નરોડા પોલીસે પારિવારિક ઝઘડા અને મારામારી કેસમાં બંન્ને પક્ષની ફરિયાદ નોંધાઇ છે...અને સસરા રમેશજીની ધરપકડ કરી છે.
એકાંતમાં રૂપલલનાઓ સાથે ગ્રાહકો મનાવી રહ્યા હતા રંગરેલીયા! રૂમમાં આવી ગઈ સુરત પોલીસ..
આ વિવાદો અને ઝઘડા વચ્ચે એક મહિલા પોતાની જિંદગી અને બાળકો માટે ન્યાય માંગી રહી છે અને પોતાનો શું વાંક છે તે પોલીસ અને કાયદાને સવાલ પૂછે છે. 10 વર્ષનો લગ્ન જીવનના તેના પતિએ અંત લાવી દીધો. વાંક એટલો જ કે તેના પતિ ખેતાનજીને હવે તેની સાથે મનમેળ નહોતું. આ મહિલા પતિ અને પિતા વચ્ચે ના ઝઘડામાં પોતાનો વાંક શોધી રહી છે.. પતિ બે સંતાનનો પિતા હોવા છતાં સમાજના વડીલો વચ્ચે છૂટાછેડા આપીને પિયર મૂકી ગયો હતો અને પછી લેવા આવ્યો નહિ..જે વિવાદ વચ્ચે મહિલાનો ભાઈ અને પિતા તેનું ઘર સંસાર બચાવવા જમાઇને મનાવવા ગયા. પરંતુ સમાધાન બદલે અલગ વણાંક આવ્યો અને પિતાને જેલ હવાલે જવાનો વારો આવ્યો.
દિલ્હીની જેમ ગુજરાતમાં દુષ્કર્મની હૈયું કંપાવતી ઘટના! કારમાં જ યુવતી પર સામૂહિક રેપ
નરોડામાં જમાઈ, સસરા અને સાળા વચ્ચેના ઝઘડા અને તકરારને લઈને પોલીસે સસરા રમીશજીની ધરપકડ કરી. જ્યારે બે સાળા વિશાલ અને મહેન્દ્રની શોધખોળ શરૂ કરી છે.. જ્યારે સામાં પક્ષે જમાઈની ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે