Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે છેડ ઉડ્યો, હવે BJPને નિરાંત! ગુજરાતમાં આ બે પાર્ટીઓ વચ્ચે નહીં થાય ગઠબંધન!

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાત ભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે.

આખરે છેડ ઉડ્યો, હવે BJPને નિરાંત! ગુજરાતમાં આ બે પાર્ટીઓ વચ્ચે નહીં થાય ગઠબંધન!

સુરત: દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી બી એલ સંદીપ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છે કે BTP અને કોંગ્રેસનું ગઠબંધન નથી થાય. જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગેસે ગઠબંધન કર્યું એ લોકો કોંગ્રેસની સાથે રહ્યા નથી. એવા લોકો સાથે ગઠબંધન કરી શું લેવાનું એમ કહીને એક નિવેદન આપ્યું છે.

fallbacks

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાત ભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી હતી. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ લોકોને જાગૃત કરી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી ફરીને આ રેલી નર્મદાના મોવી કહતે ખાતે આવી પહોંચી હતી. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી બી એલ સંદીપ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

ભાજપ દ્વારા દેશમાં બેફામ મોંઘવારી વધારવામાં આવી છે. તેમના ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. દેશમાં બેરોજગારી પણ વધુ છે. વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં આ પહેલી રાજકીય જાહેરસભા કરી કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે એમ કર્યા છે. ત્યારે હાલ મોટી ચર્ચા જે હાલ ગુજરાતમાં ચાલી રહી છે કે BTP અને કોંગ્રેસ ગઠબંધન કર્યું છે, જે બાબતે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી બી એલ સંદીપને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છે કે BTP અને કોંગ્રેસનું ગઠબંધન નથી થાય.

તેઓએ જણાવ્યું હતું કે, જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગત ટર્મમાં કોંગેસે ગઠબંધન કર્યું એ લોકો કોંગ્રેસની સાથે રહ્યા નથી, એવા લોકો સાથે ગઠબંધન કરી શું લેવાનું? આ બાબતે કોંગ્રેસના નેતાઓએ હાઇકમાન્ડ સુધી રજુવાત કરી છે. જોકે આ બાબતે જે હાઇકમાન્ડ નિર્ણય લે ખરો.. પરંતુ નર્મદાના ડેડીયાપાડાના કોંગી કાર્યકરો દ્વારા આ બન્ને નેતાઓને ડેડીયાપાડામાં ગઠબંધન ન કરે બાકી કોંગ્રેmમાં આક્રોશ વધી શકે છે એવી રજુવાત કરતા આજે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ મોવી ખાતે સ્ટેજ પરજ કોંગ્રેસ પ્રભારીને ટકોર કરતા ચકચાર મચી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More