અર્પણ કાયદાવાલા/ અમદાવાદઃ દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ એચ.એસ. અરોરાએ રાજ્યના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુક્રવારે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આચાર્ય દેવવ્રતને ગુજરાતનાં રાજ્યપાલ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમને મોમેન્ટો આપ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા વડોદરાને પુરની આફત માટે રૂ.2 કરોડની સહાયની જાહેરાત
એઓસી-ઇન-સીએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે તાજેતરમાં વાયુસેના દ્વારા હાથ ધરેલી પહેલો વિશે રાજ્યપાલને માહિતી આપવામાં આવી હતી. તેમણે રાજ્યપાલને પશ્ચિમ મોરચા પર ભારતીય વાયુદળની કામગીરીની તૈયારી પર તેમજ સંલગ્ન સેવાઓ અંગે પણ વિગતવાર સમજૂતી પૂરી પાડી હતી. આ સાથે જ ભારતીય વાયુદળનાં વિવિધ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનાં સાથ-સહકાર વિશે પણ રાજ્યપાલ સાથે ચર્ચા કરી હતી.
એર માર્શલ અરોરાએ ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિથી પણ રાજ્યપાલને વાકેફ કર્યા હતા. આ દરમિયાન ભારતીય વાયુદળે માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) કામગીરી હાથ ધરવાની જરૂર ઊભી થાય એવા કિસ્સાઓમાં પસંદગીનાં સ્થળો પર હેલિકોપ્ટરને અગાઉથી તૈયાર રાખવા માટે લીધેલાં પગલાંથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે