Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

સુરતના રત્ન કલાકારો માટે પણ સારા સમાચાર આવ્યા છે. રત્ન કલાકારો (dimond workers) ને સૌરાષ્ટ્ર મોકલવા મુદ્દે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત (Surat) માં ફસાયેલા રત્ન કલાકારોને કઈ રીતે સૌરાષ્ટ્ર મોકલી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારે બેઠકમાં નિર્ણય લેવાયો કે, આવતીકાલથી રત્ન કલાકારોને સુરત મોકલવા માટે રજિસ્ટ્રેશન કરાશે. તેમજ પરમ દિવસથી બસોને રવાના કરાશે. ગુરુવારથી લકઝરી બસો દ્વારા રત્ન કલાકારોને લઈ જવાશે. જે માટે આવતીકાલે રજિસ્ટ્રેશન કરાશે, કલેક્ટરની મંજૂરી બાદ જ રત્ન કલાકારો વતન જઈ શકશે. જે-તે ગામમાં મજૂરોનું લિસ્ટ તૈયાર કરાશે. આ લિસ્ટ ગ્રામ પંચાયત બાદ તાલુકામાં મોકલાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કામ કરતા મોટાભાગના રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના રહેવાસી છે, જેઓએ પોતાના વતન જવા માટે માંગ કરી હતી. 

સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

ચેતન પટેલ/સુરત :સુરતના રત્ન કલાકારો માટે પણ સારા સમાચાર આવ્યા છે. રત્ન કલાકારો (dimond workers) ને સૌરાષ્ટ્ર મોકલવા મુદ્દે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત (Surat) માં ફસાયેલા રત્ન કલાકારોને કઈ રીતે સૌરાષ્ટ્ર મોકલી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારે બેઠકમાં નિર્ણય લેવાયો કે, આવતીકાલથી રત્ન કલાકારોને સુરત મોકલવા માટે રજિસ્ટ્રેશન કરાશે. તેમજ પરમ દિવસથી બસોને રવાના કરાશે. ગુરુવારથી લકઝરી બસો દ્વારા રત્ન કલાકારોને લઈ જવાશે. જે માટે આવતીકાલે રજિસ્ટ્રેશન કરાશે, કલેક્ટરની મંજૂરી બાદ જ રત્ન કલાકારો વતન જઈ શકશે. જે-તે ગામમાં મજૂરોનું લિસ્ટ તૈયાર કરાશે. આ લિસ્ટ ગ્રામ પંચાયત બાદ તાલુકામાં મોકલાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કામ કરતા મોટાભાગના રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના રહેવાસી છે, જેઓએ પોતાના વતન જવા માટે માંગ કરી હતી. 

fallbacks

બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ

રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર મોકલવાના નિર્ણય અંગે આજે ગાંધીનગરની કમિટીની ટીમ સુરત પહોંચી હતી. જેમાં સુરતની કલેક્ટરની કચેરી ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાણાની અને મહેન્દ્ર પટેલ પણ સામેલ રહ્યા હતા. તમામની ચર્ચા બાદ રત્ન કલાકારોને મોકલવાનો નિર્ણય કરાયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને રત્ન કલાકારોને મોકલાશે. સ્લીપર બસોના માધ્યમથી રત્ન કલાકારો સૌરાષ્ટ્ર પહોંચશે. અહીથી ઉપડતી બસો અને લોકોનું લિસ્ટ સૌરાષ્ટ્રમાં આપવામાં આવશે.

બાળકોને હાથમાં તેડી, બિસ્તરા-પોટલા ઉંચકી ગોધરા રેલવે સ્ટેશનથી પરપ્રાંતિયોઓ વતન જવા નીકળ્યા 

કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ આ અંગે માહિતી આપી કે, સૌરાષ્ટ્રના લોકોને લક્ઝરી બસ દ્વારા વતન મોકલવામાં આવશે. અરજીઓ આવતીકાલથી સ્વીકારવામાં આવશે. લોકો જે જિલ્લામાં જવા માંગતા હોય ત્યાંના જિલ્લા કલેક્ટરને અરજીઓ મોકલવામાં આવશે. જેટલા લોકો સુરતથી જવા માંગતા હોય તેટલી અરજીઓ મોકલવામાં આવશે. લક્ઝરી બસ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવશે. અહીથી જનારાએ ક્વોરેન્ટાઈનના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તો સાથે જ 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં પણ રહેવાનું રહેશે. હાલ સરકારી બસ માટે નિર્ણય લેવાયો નથી, માત્રને માત્ર પ્રાઈવેટ બસ માટે જ નિર્ણય લેવાયો છે. સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ બાદ જ તેઓને જવાની પરમિશન અપાશે. ચેકપોસ્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.  

ભચાઉ : યુવકના પોઝિટિવ કેસના રિપોર્ટ મામલે તંત્રએ મોટો છબરડો વાળ્યો

જોકે, રત્ન કલાકારોને મોકલવા અંગે ટિક્ટી મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. ખાનગી બસોને મંજૂરી આપવાથી ટિકીટમાં કાળા બજારી થાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. યુપી, બિહાર, મધ્ય પ્રદેશના પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવા માટે ખાનગી બસના સંચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે હવે અન્ય જિલ્લામાં બસો માટે કેવા ભાડા ઉઘરાવાય છે તે સવાલો ઉભા થયા છે. આ મામલે, સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે કહ્યું કે, મંજૂરી ગઈકાલે જ અપાઈ હતી, પણ રત્ન કલાકારોને કેવી રીતે વ્યવસ્થા કરીને મોકલવા તે અંગે આજે ચર્ચા કરાઈ હતી.

સુરત શહેરમાંથી અન્ય રાજ્યના અન્ય જિલ્લામાં પોતાના વતનના જિલ્લામાં જવા માટે મંજૂરી આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રના આધારે સુરતમાં વસતા ઉત્તર ગુજરાતના નાગરિકો પણ પોતાના વતનમાં જઈ શકશે. સુરતમાંથી ગુજરાતના કોઈપણ જિલ્લાના નાગરિકો પોતાના જિલ્લામાં જઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More