મુસ્તાક દલ/જામનગર: ફલ્લા નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્મતામાં ખંભાળિયાના વડત્રા ગામના 2 યુવાનોના મોત થયા હતા. જ્યારે એક યુવાનને ઇજા પહોંચતા તેને સ્થાનિકો દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થયેલી બોલેરો કારનો ભાગીને ભુક્કો થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ જામનગર રાજકોટ હાઇવે પર ફલ્લા પાસેથી પુરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કાર સ્પીડ બ્રેકર પર ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોલેરો કાર ત્રણ પલટી ખાઇ ગઇ હતી. જેમાં સવાર ત્રણ પૈકી ભાયભાઇ માલદેભાઇ, જેસાભાઇ નગાભાઇના ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
મહત્વનું છે, કે અન્ય એક ઘાયલ થયેલા જયેશ ભઆઇ માલદેભાઇ નામના યુવાનને જામનગરની જી.જી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર કરવા અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને કારણે રો઼ડ પર લાબી કતાર લાગી હતી. પોલીસે ટ્રાફિક સોલ કરાવીને અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે