Home> Gujarat
Advertisement
Prev
Next

લડી લેવાના મૂડમાં ST કર્મચારીઓ, કહ્યું-માંગણી નહિ સંતોષાય, તો ઉગ્ર આંદોલન કરીશું

 એસટી કર્મચારીઓની સાતમા પગાર પંચના લાભની માંગણી માનવાનો ઈનકાર ક્રયો હતો. ત્યારે હવે હવે કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. 

લડી લેવાના મૂડમાં ST કર્મચારીઓ, કહ્યું-માંગણી નહિ સંતોષાય, તો ઉગ્ર આંદોલન કરીશું

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગુજરાતભરના એસટીના કર્મચારીઓને કારણે ગુજરાતમાં આજે ક્યાંય એસટી બસો દોડી નથી. સાતમા પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને વર્ગ ત્રણના ગણીને વર્ગ ચારનો પગાર આપવા, ફિક્સ વેતન દૂર કરવુ, આશ્રિતોને નોકરી, બઢતી અને બદલીની નિતીમાં ફેરફાર કરવા જેવા મુદ્દે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે અને એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્મચારીઓને હડતાળ સમેટી લેવા અપીલ કરી હતી. એસટી કર્મચારીઓની સાતમા પગાર પંચના લાભની માંગણી માનવાનો ઈનકાર ક્રયો હતો. ત્યારે હવે હવે કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. 

fallbacks

કર્મચારીઓના ત્રણ યુનિયનની સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, જ્યાં સુધી કર્મચારીઓની માગણી નહીં સ્વીકારાય, ત્યાં સુધી માસ સીએલનો કાર્યક્રમ યથાવત રહેશે. સીએમ રૂપાણીના નિવેદનને ભૂલ ભરેલું ગણાવી કર્મચારી યુનિયને કહ્યું કે, આગામી દિવસોમાં એસટી કર્મચારીઓ ઉગ્ર આંદોલન કરશે. આગામી દિવસોમાં ST કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રહેશે. આમ, મુખ્યમંત્રીના નિવેદન બાદ રોષે ભરાયેલા કર્મચારી યુનિયને આ જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રીના નિવેદને બળતામાં ઘી હોમ્યું છે
કર્મચારી મહામંડળના સતુભા ગોહિલે કહ્યું કે, CMના નિવેદને બળતામાં ઘી હોમ્યું છે. ખાનગી લોકોને ફાયદો કરાવવા ગુજરાત બહારની બસો શરૂ કરાઇ છે. તાજેતરમાં શરૂ યેલી વોલ્વો બસ ફક્ત અને ફક્ત ખોટ કરે છે. એસટી નિગમ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. 
મુખ્યમંત્રીનું નિવેદન ભૂલ ભરેલું છે. માંગણી નહિ સ્વીકારાય ત્યાં સુધી આ માસ સીએલનો કાર્યક્રમ ચાલુ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More