ગુજરાત : એક તરફ આજે રાજ્યમાં શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે એસટી કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ છે. પોતાની માંગણીઓને સરકારે કોઈ મચક ન આપતા એસટી કર્મચારીઓનો રોષ હવે ફાટી નીકળ્યો છે. એસટી કર્મચારીઓએ આજે બીજા દિવસે વિરોધ માટે એક નવું શસ્ત્ર આગામ્યું છે. રાજ્યભરમાં અનેક શહેરોમાં એસટી કર્મચારીઓ આજે અર્ધનગ્ન થઈને વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ, સુરતમાં એસટી કર્મચારીઓ ખાનગી વાહનોના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે.
સુરતમાં રસ્તા પર ઉતર્યા કર્મચારીઓ
સુરતમાં એસટી કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બનતુ જોવા મળ્યું છે. રોષે ભરાયેલા એસટી કર્મચારીઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. તો બીજી તરફ, સરકારે ખાનગી વાહનોની સુવિધા શરૂ કરતા રોષે ભરાયેલા કર્મચારીઓ અર્ધનગ્ન થઈને રસ્તા પર સૂઈ ગયા હતા. તેમની એક જ માંગણી છે કે સરકાર અમારી માંગણી પૂરી કરો. તેમણે કહ્યું કે, અમારી માંગણી પૂરી નહિ થાય તો પ્રાઈવેટ ગાડીઓ નહિ જવા દાઈએ. પગારપંચની જાહેરાત થશે તો હડતાળ સમેટી લઈશું. નહિ તો વોલ્વો બસ કાઢવી હોય તો અમારી લાશ પરથી કાઢો.
લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું
જામનગરમાં રોષે ભરાયેલા એસટી કર્મીઓ દ્વારા લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. તેઓએ જામનગરમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમનો પણ બહિષ્કાર કરાશે તેવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં હાલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમ યોજાવાના છે, ત્યારે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યક્રમ સમયે એસટી કર્મીઓ વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી અપાઈ છે. તો બીજી તરફ, એસટી કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ જોડાયા હતા. રાજ્ય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને અર્ધનગ્ન અવસ્થામાં એસટી કર્મીઓએ ડેપોની પ્રદિક્ષણા કરી હતી અને આખા ડેપોને બાનમાં લીધું હતું. એસટી કર્મીઓ દ્વારા રાજ્ય સરકાર વિરૂદ્ધ છાજીયા લેવામાં આવ્યા. એસટી ડેપોમાં વાતાવરણ ઉગ્ર બનતા પોલીસ પહોંચી હતી. nsui અને યુથ કોંગ્રેસે પણ એસટી કર્મચારીઓની હડતાળને ટેકો જાહેર કર્યો છે અને એસટી ડેપો મેનેજરની ખાલી ખુરશીને આવેદનપત્ર અપાયું હતું.
ક્યાં ક્યાં અર્ધનગ્ન અવસ્થામાં પ્રદર્શન
સરકાર એકપણ એસટી કર્મચારીનો વાળ વાંકો નહિ કરી શકે
એસટી કર્મીઓની હડતાળના પગલે ખાનગી વાહનોને મંજૂરી આપવાના સરકારના નિર્ણયથી એસટી યુનિયનમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે એસટી કર્મચારી યુનિયનના મહામંત્રી વી.આર.વાછાણીએ કહ્યું કે, ખાનગી વાહન ચાલકો અમને સહકાર આપે. નહિ તો કાયદેસરની કાર્યવાહી કરીશું. સરકાર હાથે કરીને ઘર્ષણનું વાતાવરણ ઉભું કરી રહી છે. અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છે. ખાનગી વાહન માલિકોને અમારી વિનંતી છે, કે અમને સહકાર આપો. સરકાર દબાણ કરીને અમને ફરજ પાડી રહી છે. સરકાર એકપણ ફિક્સ પગાર કર્મચારીનો વાળ પણ વાંકો નહિ કરી શકે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે