Gujarat Assembly : ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો તેને 200 રૂપિયાથી લઈને 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એમાં દંડની રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આ જોગવાઈનું પાલન ન કરનાર તથા સ્ટેમ્પ ડ્યુટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે તેની ખોટી માહિતી આપનારને દંડ ફટકારવામાં આવશે. જેમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ સુધીની કરવામા આવી છે. નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે, જે મુજબ અલગ અલગ ભૂલ કરનારને અલગ દંડની જોગવાઈ કરવામા આવી છે.
સૌથી મોટી વાત
આ કેસમાં જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે.
અમદાવાદમાં આસારામ આશ્રમમાં રમાશે ઓલિમ્પિક ગેમ્સ, ગુજરાત સરકારે બનાવ્યો માસ્ટરપ્લાન
સ્ટેમ્પ ડ્યૂટી એ બહુ જ જરૂરી દસ્તાવેજ છે. જેમાં રૂપિયા જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવવામા આવે છે. હવે નવા સુધારા મુજબ, સરકારે સ્ટેમ્પ ડ્યૂટીની રકમ બમણી કરી દીધી છે. ઉદાહરણ તરીકે જોઈએ, તો જો તમને 1 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરવાી હોય તો તેને બદલે હવે 2 લાખ જમા કરાવવા પડશે. આમ, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ અંગેની માહિતી મેળવી લેવી.
ઉલ્લેખનીય છે કે, આજે ત્રણ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે. ગુજરાત વિનિયોગ વિધેયક ૨૦૨૫ ગૃહમાં રજૂ થશે. ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. સરકારી વિધેયકો બાદ બિન સરકારી કામકાજ હાથમાં લેવાશે.
ખાયા પિયા કુછ નહી ગિલાસ તોડા બારહ આના જેવો ઘાટ, હેલ્મેટ ન પહેરતા યુવકને 10 લાખનો દંડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે