અમદાવાદ :માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 66.97% જાહેર થયુ છે. કુલ 8 લાખ 22 હજાર 823 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5 લાખ 51 હજાર 23 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 79.63% પરિણામ આવ્યુ છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 46.38% પરિણામ જાહેર થયુ છે. ગત વર્ષ પણ સુરત જીલ્લાનું સૌથી વધુ પરિણામ હતુ. ત્યારે A-1 ગ્રેડમાં પણ સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા સુરત જિલ્લામાં જ જોવા મળી છે. સુરતના 1009 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ ધરાવે છે. આ ગ્રેડમાં એકમાત્ર સુરત શહેરના વિદ્યાર્થીઓએ 1000નો આંકડો પાર કર્યો છે.
ધોરણ-10ના ઓવરઓલ પરિણામ, જુઓ કયા જિલ્લાનું સૌથી વધુ, અને ક્યાં ઓછું
A-1 ગ્રેડમાં 3 જિલ્લા સાવ 0 પર
A-1 ગ્રેડમાં એક તરફ જ્યાં સુરત જિલ્લો અવ્વલ છે, ત્યાં બીજી તરફ 3 જિલ્લા એવા છે જ્યાં A-1થી એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. જેમાં ડાંગ, તાપી અને દીવનો સમાવેશ થાય છે. નર્મદા અને દાદરા નગર હવેલીમાં A-1માં માઆત્ર 1 જ વિદ્યાર્થીઓ છે. ડાંગમા A-2 ગ્રેડમાં માત્ર 5 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
એક સમયે દીક્ષા લેવાનો નિર્ણય કરી ચૂકેલી અમદાવાદની બ્રિન્દાએ મેળવ્યા 99.11 પર્સન્ટાઈલ
ક્યાં કેટલુ પરિણામ
ધોરણ-10માં સૌથી વધુ પર્સન્ટાઈલ લાવનાર આ વિદ્યાર્થીનીઓની સ્ટોરી તમને રડાવી દેશે...
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ધોરણ-10નું પરિણામ 67.50 ટકા હતું, જેથી કહી શકાય કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામની ટકાવારી ઘટી છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો માતાપિતામાં પણ સંતાનોના પાસ થવા પર ઉત્સાહ જોવા મળ્યો છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. પાસ થનાર વિદ્યાર્થીઓના વાલીઓએ સંતાનોનું મોઢુ મીઠું કરાવીની ખુશી મનાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે