Home> Gujarat
Advertisement
Prev
Next

7 જૂનથી ધો. 3 થી 12 નું ઓનલાઇન શિક્ષણ શરૂ, શાળાઓમાં વિદ્યાર્થીઓને ન બોલાવવા આદેશ

કોરોના મહામારીને કારણે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે

7 જૂનથી ધો. 3 થી 12 નું ઓનલાઇન શિક્ષણ શરૂ, શાળાઓમાં વિદ્યાર્થીઓને ન બોલાવવા આદેશ

ગાંધીનગર: કોરોના મહામારીને કારણે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ જ આફવાનું રહેશે તેવું જણાવ્યું હતું. તેમજ રાજ્ય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી શાળાએ બાળકોને કે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે નહીં તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.

fallbacks

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે. પરંતુ ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજી પણ નિર્ણય લેવાયો નથી. ત્યારે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ હજી નિર્ણય લેવાયો નથી. આમ, રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહિ તેનો ફોડ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ના પાડ્યો.

આ પણ વાંચો:- રાજ્યમાં કોરોનાના નવા કેસ 1 હજારથી નીચે, 2 લાખથી વધુ લોકોનું કરાયું વેક્સીનેશન

ભાજપના ધારાસભ્યએ રિપીટર વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની માંગ કરી 
તો બીજી તરફ ભાજના ધારાસભ્ય ગોવિંદ પટેલે રિપીટર વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, ધોરણ 10માં રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો. ધોરણ 10 માં એક કે બે વિષયમાં ફેલ રિપીટરને માસ પ્રમોશન આપો. રાજકોટ ભાજપના MLA ગોવિંદભાઈ પટેલે આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. તેમણે ફી મામલે પણ કહ્યું કે, કોરોના કાળ દરમિયાન ફી વધારો યોગ્ય નથી. હું આ બાબતે કાંઈ જ બોલી શકું નહિ. સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચેનો પ્રશ્ન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More