Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: સ્ટાર ક્રિકેટરે નશાની લતના કારણે ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં કરી નાખી એકની હત્યા

કહેવાય છેકે નશો નાશનું મુળ, વડોદરાનાં એક ક્રિકેટરને નશો જ ભારે પડ્યો અને ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં પોતાના જ એક મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે

વડોદરા: સ્ટાર ક્રિકેટરે નશાની લતના કારણે ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં કરી નાખી એકની હત્યા

વડોદરા : થર્ટી ફર્સ્ટની રાત્રે પાદરાના ઘાયજના તબેલામાં યોજાયેલી દારૂ અને ચીકનની પાર્ટીમાં પ્રભુત્વ જમાવવા મુદ્દે વડોદરાના 10 યુવકો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં નવાપુરાના 18 વર્ષીય યુવકની હત્યા કરાઇ હતી. આ હત્યા કેસના આરોપી અભિજિત ઉર્ફે અભિ આનંદ (રહે. ગોરવા રોડ)ખુબ જ સારો ક્રિકેટર હોવાનું સામે આવ્યું છે. અભિ આનંદ સારો ફાસ્ટ બોલર છે ઉપરાંત અનેક ખ્યાતનામ ખેલાડીઓ સાથે બોલિંગ પ્રેક્ટિસ પણ કરી ચુક્યો છે. અનેક વખત મેચ પણ રમી ચુક્યો છે.

fallbacks

મિત્ર સાથે રાત્રે પાર્ટી માનવનાર યુવતીનું સવારે મોત, પરિવારે કર્યું એવું કામ કે તમે કહેશો વાહ...

સુત્રો અનુસાર 135 ની સ્પીડથી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવતો અભિ વડોદરા આવેલા ભારતીય ક્રિકેટ ટીમના નેટ પ્રેક્ટિસ દરમિયાન ચેતેશ્વર પુજારા, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, દીપક હુડ્ડા સાથે પ્રેક્ટિસ કરી ચુક્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે દારૂના રવાડે ચડેલા અભિએ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યો છે. અભિના અનેક ખેડાલીઓ સાથેની તસ્વીરો પણ સામે આવી છે. 

fallbacks
(જયદેવ ઉનડકટ સાથેની અભિની તસ્વીર)

લડકા જીંદા ચાહીયે તો 1 કરોડ દેના પડેગા, પોલીસે આખો હાઇવે જામ કરી દીધો અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો

પાદરા હત્યા કેસ ઉપરાંત ઇલોરા પાર્કમાં થયેલી માથાકુટમાં પણ અભિએ ત્રણ વ્યક્તિઓ પર ગુપ્તી સાથે હુમલો કર્યો હતો. જેના કારણે ગોરવા વિસ્તારમાં તેની છાપ સારા બોલરનાં બદલે માથાભારે વ્યક્તિ તરીકેની જ વધારે હતી. નશાની કુટેવના કારણે અભિ નાનકડી બાબતોમાં પણ ગુસ્સે થઇ જતો હતો. ગમે તે વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો. ઘાયજનાં તબેલામાં પણ સામાન્ય મજાક બાબતે અભિની બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ મારામારીમાં નવાપુરાના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો પોલીસે અભિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More