મુસ્તાક દલ/ જામનગર: જામનગર શહેરમાં એરપોર્ટ નજીક આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતેથી આજથી જિલ્લા કલેકટર રવિ શંકરે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને હાલ વધતા જતા માર્ગ અકસ્માતના નિવારણ સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજથી જામનગર આરટીઓ વિભાગ દ્વારા 32 માં માર્ગ સલામતી માસનો પ્રારંભ કલેકટર રવિશંકરને હસ્તે કરવામાં આવ્યો છે, માર્ગ સલામતી માસ અંતર્ગત આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા આ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી વાહનચાલકોને જાગૃત કરી અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ કેવી રીતે ઓછું કરી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમ આરટીઓ જે.જે.ચૌધરીએ જણાવ્યું હતુ.
આ પણ વાંચો:- ઉપલેટામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રેલી સાથે યોજાયો જનસંપર્ક કાર્યક્રમ
તો આ તકે કલેકટર રવિ શંકરે પણ લોકોને અનુરોધ કરતા કહ્યું કે માર્ગ સલામતીના નિયમોનું લોકો ચુસ્તપણે પાલન કરે અને પોતાની જિંદગીને બચાવે તે અનિવાર્ય છે...આ કાર્યક્રમમાં કલેકટર રવિશંકર, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા , DDO ડો.વિપિન ગર્ગ , DYSP કુણાલ દેસાઈ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે