Home> Gujarat
Advertisement
Prev
Next

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, જાણી લો મતદાન અને પરિણામની તારીખ

Local body elections: રાજ્ય ચૂંટણી પંચે ટર્મ પૂર્ણ થઈ ગઈ હોવ તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, જાણી લો મતદાન અને પરિણામની તારીખ

Election News: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

fallbacks

રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે
2 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
3 ફેબ્રુઆરીએ થશે ફોર્મની ચકાસણી
4 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
16 ફેબ્રુઆરીએ થશે મતદાન
17 ફેબ્રુઆરીએ જરૂર પડે તો ફેર મતદાન
18 ફેબ્રુઆરીએ મત ગણતરી
21 ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે

2178 કુલ બેઠકો 
4390 મતદાન મથકો 
1032સંવેદનશીલ મતદાન મથક 
244 અતિ સંવેદનશીલ મતદાન મથક 
179 ચૂંટણી અધિકારી 
8351 બેલેટ યુનિટ 
5697 કન્ટ્રોલ યુનિટ 
25000 ચૂંટણી સ્ટાફ 
10000 પોલીસ સ્ટાફ 
19.40 લાખ પુરુષ મતદારો 
19.01 લાખ મહિલા મતદારો 
145 અન્ય મતદારો

આ જગ્યાએ યોજાશે ચૂંટણી

fallbacks

fallbacks

fallbacks

fallbacks

27 ટકા ઓબીસી અનામત મુજબ યોજાશે ચૂંટણી
રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ ડો. એસ મુરલીક્રિષ્ણને માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More