ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ફ્રીમાં સારવાર મળે તે માટે આયુષ્માન ભારત યોજના એટલે કે PMJAY યોજના ચલાવવામાં આવે છે. આયુષ્માન કાર્ડ ધારકોને વિવિધ હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળે છે. ગુજરાતમાં પણ આશરે 2.67 કરોડ લોકો પાસે આયુષ્માન ભારત કાર્ડ છે. આ યોજનાનો લાભ લેવામાં લોકોને કોઈ મુશ્કેલી હોય કે કોઈ ફરિયાદ હોત તો તે માટે ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
આરોગ્ય મંત્રીએ આપી માહિતી
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહત્વની જાણકારી આપી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યુ કે PMJAY-મા યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” હેલ્પલાઇન કાર્યરત છે. PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24*7 હેલ્પલાઇન કાર્યરત કરાઇ છે. દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે.
દર્દીને ફરિયાદના સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે.
આ હેલ્પપલાઇનથી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસરઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.
"આયુષ્માન કાર્ડ" આપના અને આપના પરિવાર માટે ઉત્તમ આરોગ્ય-સેવાની ગેરંટી છે.
યોજનાને લગતી કોઈપણ માહિતી અથવા સમસ્યા માટે સંપર્ક કરો.
હેલ્પલાઈન નંબર : ૦૭૯-૬૬૪૪૦૧૦૪ pic.twitter.com/eslQprgK57— Rushikesh Patel (@irushikeshpatel) March 2, 2025
જરૂરી સ્ટેકહોલ્ડર/અધિકારી સાથે સંકલન કરી તેમને લિંકમાં જ ફરિયાદ નિરાકરણના જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ થકી ફરિયાદનું વેરિફિકેશન અને નિરાકરણ નિયત સમયમર્યાદામાં કરવામાં આવે છે.
ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને કોલ કરીને કરવામાં આવે છે અને પુર્તતા થયા બાદ જ ફરિયાદ બંધ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઈન્સ્ટાગ્રામમાં રીલ લાઈક કરવી પડી ભારે, અમદાવાદમાં એક મહિલાએ ગુમાવ્યા 73 હજાર રૂપિયા
હેલ્પ લાઇનમાં કઇ માહિતી/ સુવિધાઓ મળશે ?
* 24* 7 ટોલ ફ્રી નંબર
* યોજનાકીય માહિતી
* કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી
* કાર્ડ બેલેન્સ
* સંકડાયેલ હોસ્પિટલની માહિતી
* વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમ જ પેકેજ ની માહિતી
* હોસ્પિટલમાં આરોગ્ય-મિત્ર તેમ જ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા
* ફરિયાદ નોધણી, ટ્રેકિંગ અને મોનીટરીંગ
* ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઇ-મેલ અને એસ.એમ.એસ દ્વારા પહોચાડવા માટેની ટેક્નોલોજી સભર આધુનિક સુવિધા
* યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્યસેવામાં ખામીઓ અંગેની ફરિયાદ અને પ્રતિસાદ
* ફરિયાદોની વિગતોની ગુપ્તતા
અધિકારી માટે જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે