Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કોચિંગ ક્લાસ પર મોટી તવાઈ! GST વિભાગને 31 ઠેકાણેથી 20 કરોડના બે હિસાબી વ્યવહારો મળ્યા

જીએસટી વિભાગે આવા 15 ક્લાસીસના 31 સ્થળો પર જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં કોચીગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીની રકમ છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાતમાં કોચિંગ ક્લાસ પર મોટી તવાઈ! GST વિભાગને 31 ઠેકાણેથી 20 કરોડના બે હિસાબી વ્યવહારો મળ્યા

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ચાલતા કોમ્પ્યુટર કોચિંગ ક્લાસ સામે GST વિભાગે લાલ આંખ કરી છે. કોચિંગ ક્લાસ ચલાવતા 15 પ્રાઈવેટ ક્લાસીસ સર્વિસ આપતી હોવા છતાં વેરો ન ભરતા ક્લાસિસ પર GST વિભાગે દરોડા પાડ્યાં હતા. કોમ્પ્યુટર કોચીગ ક્લાસ ચલાવનારાઓ સામે GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જીએસટીને 20 કરોડ રૂપિયાના બે હિસાબી વ્યવહારો મળ્યા છે. અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

fallbacks

ભારે કરી! એસ.કે.લાંગા પ્રકરણનો રેલો એક કેબિનેટ પ્રધાનની ઓફિસ સુધી પહોંચ્યો, હવે થઈ..

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સ્ટેટ જીએસટી વિભાગના કોમ્પ્યુટર કોચીગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 15 પ્રાઇવેટ ક્લાસીસ સર્વિસ આપતી હોવા છતાં વેરો ન ભરતી હોવાનું સામે આવ્યું છે. જીએસટી વિભાગે આવા 15 ક્લાસીસના 31 સ્થળો પર જીએસટી વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં કોચીગ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીની રકમ છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

આણંદમાં કરોડોનું ફુલેકુ ફેરવી મહિલા વિદેશ તો ભાગી ગઈ, પણ એક ભૂલના કારણે પકડાઈ ગઈ!

મહત્વનું છે કે, સ્ટેટ જીએસટી વિભાગે 15 ક્લાસીસના 31 સ્થળો પર રેડ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફીના રોકડ રૂપિયા લઇ તેનો વેરો ભરવામાં આવતો નહોવાની વાત પણ સામે આવી છે. આ સાથે જ જીએસટીને 20 કરોડ રૂપિયાના બે હિસાબી વ્યવહારો પણ મળ્યા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 મળી કુલ 31 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાલિતાણામાં કોંગ્રેસને ચૂંટણી પહેલાં મળી મોટી જીત, HCની એન્ટ્રીથી કોંગ્રેસ ગેલમાં!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More