અમદાવાદ :આન-બાન અને શાનથી આજે આખુ હિન્દુસ્તાન 71મું પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈ અસમ સુધી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. 71મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાષ્ટ્રીય પર્વ ઉજવાશે. તો નાયબ મુખ્યમંત્રી ડભોઈમાં પ્રજાસત્તાક દિવસ ઉજવશે. ZEE 24 કલાક પર જુઓ રાજકોટથી પ્રજાસત્તાક કાર્યક્રમની ઉજવણી LIVE...
Video : છેલ્લી પાટલી પર બેસીને વિદ્યાર્થીઓએ કરી kiss, 30 સેકન્ડ સુધી ક્લાસ રૂમમાં સનસનાટી મચી ગઈ
રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી શરૂ થઈ છે. સવારે 9 વાગ્યે શહેરના રેસકોર્સ મેદાનમાં ધ્વજવંદન કરાશે. રાજકોટ શહેરમાં 2 DCP, 7 ACP, 18 PI, 53 PSI, 7 મહિલા PSI, 590 પોલીસ, 110 વોર્ડન મળી 787 પોલીસનો બંદોબસ્ત ખડકાયો છે. રેસકોર્સ મેદાનમાં થનાર પોલીસ પરેડમાં ગુજરાત પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ અને કોસ્ટગાર્ડ, આર્મી સહિતની 27 પ્લાટુન ભાગ લેશે. આંતકવાદીઓ બસને હાઇજેક કરે તો કેવી રીતે છોડાવવી તેની માટે બસ ઇન્ટરવેશન કરીને 20 જેટલા ચેતક કમાન્ડો દ્વારા દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવશે. 900 જેટલા મહિલા અને પુરૂષ પોલીસ કર્મચારીઓ માર્ચ પાસ કરશે. રાજકોટમાં ઉજવણીને પગલે ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ત્રણ માર્ગોને ડાઇવર્ટ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરાના ડભોઈના જિલ્લા કેળવણી મંડળ સંચાલિત એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજના કેમ્પસમાં ધ્વજવંદન કરશે.
સુરત : ‘અમારી કિશોરી પરત પાછી લાવો...’ની માંગણી સાથે 300 લોકોનું ટોળુ વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યું
ઉલ્લેખનીય છે કે, 1950માં આજના દિવસે લોકોના હાથમાં સત્તા આવી હતી. આજે દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. 8 કિલોમીટર જેટલા લાંબા પરેડના રૂટમાં સેનાની ત્રણેય પાંખના જવાનો દેશની શક્તિનું પ્રદર્શન કરશે. સાથે સાથે દરેક રાજ્યોની ઝાંખી ટેબ્લોથી જોવા મળશે. ખાસ ગુજરાતના ટેબ્લોની થીમ રાણકી વાવ પર રાખવામાં આવી છે. આ વખતની પરેડના મુખ્ય મહેમાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસેનારો છે. પરેડના રૂટ પર 1000થી વધારે સીસીટીવી કેમેરા અને આધુનિક સુરક્ષા વ્યવસ્થાથી કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતની પરેડમાં સૌથી મોટું આકર્ષણ એરફોર્સમાં નવા સામેલ થનારા ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર રહેશે. તો રફૈલ જેટના મોડલ તેજસ એરક્રાફ્ટ, આકાશ અને અસ્ત્ર મિસાઈલ પર સૌ કોઈની નજર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે