Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: સ્કૂલ ફી ઘટાડા મુદ્દે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારથી નારાજ

સ્કૂલ ફી ઘટાડા મુદ્દે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારથી નારાજ છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્કૂલ ફી ઘટાડા માટે ચર્ચા કરવા રાજ્ય સરકાર ગણતરીના ખાનગી શાળાના સંચાલકો સાથે વાતચીત કરે છે. રાજ્યમાં ખાનગી શાળો માત્ર સ્વનિર્ભર શાળા મહામંડળ જ ચલાવે છે. એવું નથી, અમારી સાથે પણ અનેક શાળઓ સંકળાયેલી છે.

અમદાવાદ: સ્કૂલ ફી ઘટાડા મુદ્દે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારથી નારાજ

અતુલ તિવારી, અમદાવાદ: સ્કૂલ ફી ઘટાડા મુદ્દે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારથી નારાજ છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્કૂલ ફી ઘટાડા માટે ચર્ચા કરવા રાજ્ય સરકાર ગણતરીના ખાનગી શાળાના સંચાલકો સાથે વાતચીત કરે છે. રાજ્યમાં ખાનગી શાળો માત્ર સ્વનિર્ભર શાળા મહામંડળ જ ચલાવે છે. એવું નથી, અમારી સાથે પણ અનેક શાળઓ સંકળાયેલી છે.

fallbacks

આ પણ વાંચો:- ગુજરાત પોલીસમાં ફરી કોરોના સંક્રમણ સક્રિય, DSP હરેશ દુધાત અને તેમના પત્ની પોઝિટીવ

સરકારે ખાનગી શાળા સંચાલકો સાથે બે વાર વાત કરી પણ તેઓ માનતા નથી, હવે હાઇકોર્ટ જ ફી મામલે જે નિર્ણય લે તેની સાથે સરકાર સંમત થશે તેવું સરકાર કે છે. પરંતુ જો હાઇકોર્ટે જ ફી નક્કી કરવાની હોત તો કોર્ટે વાલીઓ અને સંચાલકોને સરકાર સાંભળે અને ફી નક્કી કરે તેવું કહ્યું જ ના હોત. ફી બાબતે હાઇકોર્ટે કહ્યું હતું કે, શિક્ષણ સિવાય કોઇ ફી હાલ ના લેવી, તોય કેટલીક શાળાઓ દ્વારા અન્ય ફી લેવાની જીદ કરાઈ રહી છે.

આ પણ વાંચો:- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 144 તાલુકામાં વરસાદ, સૌથી વધુ બનાસકાંઠામાં વરસાદ વરસ્યો

ખાનગી શાળા સંચાલકો વ્યક્તિગત રીતે જ કેટલાક વાલીઓને ફીમાં છૂટ આપશે એવી જીદ પકડી છે. અન્ય રાજ્યની જેમ હવે ગુજરાત હાઇકોર્ટે પણ 70 ટકા અથવા 80 ટકા જ ફી ખાનગી શાળાઓ વસુલી શકશે તેવા આદેશ આપે તો નવાઇ નથી. કોલકાત્તા, મદ્રાસ અને પંજાબ હાઇકોર્ટના ચુકાદા બાદ હવે મહત્વપૂર્ણ સાબિત થશે. વાલી મંડળના પ્રમુખ સાથે વાત થઇ હતી, જે શાળાઓમાં ફી 30 હાજર કરતા વધુ છે તેઓ રાહત આપે તેવું તેઓ ઇચ્છી રહ્યાં છે.

આ પણ વાંચો:- રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ની પૂરક પરીક્ષા, બે તબક્કામાં યોજાશે પરીક્ષા

હાઇકોર્ટે હવે ફી મામલે ઝડપી ચુકાદો આપવો જોઇએ. આ કિસ્સામાં કોઇ ખરાબ થવા માગતું નથી. એટલે હાઇકોર્ટના માથે નાખી દીધું છે. શાળાઓની મંજૂરી રાજ્ય સરકાર આપી છે. શાળા ચલાવવાના નિયમોનું પાલન તમામ માટે ફરજીયાત છે. જેના માને તેની સામે પગલાં લઇ શકાય છે. કોરોનાની સ્થિતિને જોતા તમામ વાલીઓ અને શાળાઓનું હિત જળવાય તે મુજબ નિર્ણય લેવો જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More