તાપીઃ રવિવારે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં 136 લોકોના મોત થયા હતા. બાળકો, મહિલાઓ સહિત અનેક લોકો આ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા. સમગ્ર રાજ્ય અને દેશમાં આ દુર્ઘટનાના પગલાં પડ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લઈ પીડિતો સાથે બેઠક કરી હતી. તો મોરબીની દુખદ ઘટના બાદ આજે રાજ્યમાં રાજ્યવ્યાપી શોક રાખવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં દરેક જગ્યાએ આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
પરંતુ આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 136 લોકોના આત્માને શાંતિ મળે તે માટે આજે રાજ્યભરમાં શોક રાખવામાં આવ્યો હતો. આજે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો સમગ્ર રાજ્યમાં લોકોએ પણ મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વ્યારા નપાના પ્રમુખે જન્મદિવસની ઉજવણી કરી
આ વચ્ચે ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. વ્યારા નગર પાલિકાના પ્રમુખ સેજલ રાણાના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી છે. નગર પાલિકા ખાતે પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આપી હતી. જેમાં પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપના શહેર પ્રમુખ પણ હાજર રહ્યાં હતા. આ ઉજવણીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ બ્રિજ દુર્ઘટનાઃ શંકરસિંહ વાઘેલાએ HCના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર, સુઓમોટો લેવા કરી માંગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે