Home> Gujarat
Advertisement
Prev
Next

"કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયા...", AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન

Ahmdabad News: લો બોલો... કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ તૂટી ગયા. આવું હાસ્યાસ્પદ નિવેદન ભાજપના સિનિયર કોર્પોરેટર અને AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈ કરી રહ્યા છે. સામાન્ય સભામાં મહાદેવ દેસાઈએ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવાની જગ્યાએ હાસ્યાસ્પદ નિવેદન આપીને વાત ઉડાવી દીધી. મહાદેવ દેસાઈના કાર્યકાળમાં જ વ્હાઈટ ટોપિંગ રોડના કામ મંજૂર થયા હતા. કોંગ્રેસની નજર લાગી એટલે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો પર નજર ન રાખી એટલે વ્હાઈટ ટોપિંગ રોડ તૂટ્યાનો આરોપ લાગ્યો છે.

Ahmdabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા મળી હતી. અમદાવાદ શહેરને સ્વ્ચ્છતા સર્વેક્ષણમાં મળેલા એવોર્ડ મામલે ભાજપે અભિનંદન ઠરાવ પસાર કર્યો હતો. જેમાં ભાજપી સભ્યોએ જોરજોરથી પાટલી થપથપાવી સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ મહિલા મેયરને બદલે રાજ્યના પુરુષ મંત્રીના હસ્તે એવોર્ડ સ્વીકારવા મામલે વિરોધ વ્યક્ત કર્યો અને મહિલાનું અપમાન ગણાવ્યું હતું.

fallbacks

હરમનપ્રીત કૌરથી લઈને સ્મૃતિ મંધાના સુધી...આ છે ભારતની ટોપ-5 સૌથી અમીર મહિલા ક્રિકેટર

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ એવોર્ડ પ્રોટોકોલ મુજબ સ્વીકારાયો હોવાનું જેણે કદી સારા કામ કર્યા ન હોય એને આવી ખબર ન પડે એવો ટોણો માર્યો હતો. સામાન્ય સભાના શૂન્યકાળ દરમ્યાન વિપક્ષી નેતાએ ભાજપને આડે હાથે લીધી હતી. વિપક્ષે જણાવ્યું હતું કે ફક્ત ભાજપના અધિકારીઓનો નહિ, શહેરના નાગરિકોનો પણ આભાર માનો. જો ખરેખર કામ કર્યા હોય તો એવોર્ડની વાહવાહી ન કરવી પડતી. આ એવોર્ડ ખરીદવો પડ્યો છે એટલે જોરશોરથી વાહવાહી કરો છો. વિપક્ષી નેતાના AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. આ વિભાગના અધિકારીઓની માનસિક સ્થિતિ ચકાસવી જોઈએ, MRI કરાવવું જોઈએ. 

કેન્દ્ર સરકારના બ્રિજ અંગેના CSIR વિભાગના અધિકારીઓએ આપેલા સૂચનો અને રિપોર્ટ માનવામાં આવતા નથી. ઇન્કમ ટેક્ષ, રાણીપ, અજિત મિલ ફલાયઓવરમાં કેટલીય ગંભીર ભૂલ આ વિભાગે કરી છે. 64 કરોડના ખર્ચે પલ્લવ ફ્લાયઓવરના બદલે અન્ડર પાસ બનાવવાનો રિપોર્ટ હતો, છતાં amc બ્રિજ વિભાગે 104 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવાયો. પાંજરાપોળ ફ્લાયઓવર માટે યુનિવર્સીટીથી નહેરુનગર તરફ બનાવવાનો રિપોર્ટ હતો, AMC એ પોલિટેક્નિક થી iim તરફ ફ્લાયઓવર બનાવવાનું નક્કી કરી દીધું. વિપક્ષના આરોપ બાદ ડેપ્યુટી મેયર જતીન પટેલનો પલટવાર, આવા કોઈ રિપોર્ટ હોય તો સબમિટ કરો. 

વાપીમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, 6થી વધુ ફાયકની ટીમો દોડી; વિકરાળ આગ

વિપક્ષે તમામ રિપોર્ટ જમા કરાવવાની ચેલેન્જ સ્વીકારી. સમગ્ર મામલે વિપક્ષી નેતા અને ડેપ્યુટી મેયર વચ્ચે ઉગ્ર દલીલબાજી કરી હતી. વિપક્ષે CSRIના સૂચન વાળો કોઈ રિપોર્ટ દિલ્લીથી આવે છે કે નહીં એનો જવાબ મ્યુનિસિપલ કમિશનર આપે. વિપક્ષની ચેલેન્જ સામે કમિશનર અને ભાજપનું સૂચક મૌન. જલારામ અંડરપાસ, સત્તાધાર ફ્લાયઓવરમાં અનેક વહીવટી ગેરરીતિ થઈ હતી. 1000 દિવસ થવા છતાં વૈજ્ઞાનિક કરતા વધુ બુદ્ધિશાળી AMC અધિકારીઓ હાટકેશ્વર બ્રિજ અંગે કોઈ નિર્ણય નહતા લઇ શક્યા. 

ગંભીર બ્રિજ બનાવ બન્યો એ સાથે જ તમે બ્રિજ તોડવાની જાહેરાત કરી દીધી. વિપક્ષનો મેયર અને કમિશનરને સ્પષ્ટ સવાલ, બ્રિજ તોડયા બાદ નવો બ્રિજ બનાવશો કે નહીં એનો સ્પષ્ટ જવાબ આપો. વિપક્ષના પ્રશ્ન સામે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો જવાબ, નવો બનાવવો કે નહીં એ વિચારવામાં આવશે. જે નુકશાન થયું એ પૂરું વસુલવામાં આવશે. કોન્ટ્રાકટરે લેખિતમાં આપ્યું છે કે તેઓ પોતાના ખર્ચે તોડીને નવો બનાવશે. 

ધન રાશિની નાણાકીય સમસ્યાનું સમાધાન આવશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, આજનું રાશિફળ

વરસાદ સમયે પાણી નહીં ભરાય એવા મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. પણ ભાજપના શાસનમાં લોકોને ફક્ત મુશ્કેલી નહીં જાનથી હાથ ધોવાનો વારો આવે છે. નિકોલના મધુમાલતી આવાસમાં પાણીના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચતા એકનું મોત થયું હતું. ઓઢવમાં ખારીકટ કેનાલમાં વ્યક્તિ તણાઈ જતા એકનું મોત થયું. આવા જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કેમ કરાતી નથી.  

Amc દ્વારા નિર્મિત વ્હાઇટ ટોપિંગ રોડ કોંગ્રેસની નજર લાગવાના કારણે તૂટે છે. પૂર્વ રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈનું સામાન્ય સભામાં નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે મહાદેવ દેસાઈના કાર્યકાળમાં જ વ્હાઇટ ટોપિંગ રોડના કામ મંજુર થયા હતા. રોડને નજર લાગી હોવાના વિવાદિત નિવેદન બાદ મહાદેવ દેસાઈ ચાલુ સભામાંથી મીડિયાથી બચીને રવાના થઇ ગયા. 

ટાલ પડવી પરમેનેન્ટ નથી, વૈજ્ઞાનિકનો દાવો- હવે સર્જરી-દવા વગર પોસિબલ છે હેર રિગ્રોથ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More