Home> Gujarat
Advertisement
Prev
Next

હજુ આ તો શરૂઆત છે, આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે...PM જે બોલે છે એ જ કરે છે, પાક.ની મનોવૃતિ ખતમ કરી નાખીશું'

પાકિસ્તાન પાસે તાકત નથી કે તે હિન્દુસ્તાન સામે ટકી શકે, 'ઓપરેશન સિંદૂર' વિશે રાજકોટ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન

હજુ આ તો શરૂઆત છે, આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે...PM જે બોલે છે એ જ કરે છે, પાક.ની મનોવૃતિ ખતમ કરી નાખીશું'

Rajkpot News: પહેલગામ આતંકી હુમલાનો બદલો લેતા ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પો પર કાર્યવાહી કરી છે. આ વચ્ચે દેશ-વિદેશના અનેક નેતાઓ પીએમ નરેન્દ્ર મોદીની આ કાર્યવાહીની પ્રશંસા કરી હતી. આ મુદ્દે કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળાનું ઓપરેશન સિંદુર અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

fallbacks

ગુજરાતમાં યોજાનાર બ્લેક આઉટના સમયમાં મોટા ફેરફાર; ક્ષેત્ર પ્રમાણે નિશ્ચિત કરાયો સમય

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીના ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ એર સ્ટ્રાઈકની દેશભરમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ તો શરૂઆત છે હજુ આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે વડાપ્રધાન કરી શકે છે તે બોલે છે અને જે બોલે છે તે કરીને બતાવે છે, પાકિસ્તાન પાસે તાકત નથી કે તે હિન્દુસ્તાન સામે ટકી શકે.

'હું પાકનો નાશ થતો જોવા માંગુ છું...', પતિ-પુત્રને ગુમાવનાર કાજલબેનના કાળજે હાશ થઈ!

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે હજુ આ તો શરૂઆત છે. આતંકવાદ પૂર્ણ કરીને જ રહેશે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપનાર સામે પણ કાર્યવાહી થશે. ભુસાયેલા સિંદૂરનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે. મોટા ભાગના દેશો આતંકવાદના વિરુદ્ધ છે. પાકિસ્તાનની મનોવૃતિ ખતમ કરી નાખીશું. પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે. પીએમ જે બોલે છે એ જ કરે છે.

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે શું રદ થઈ જશે IPL ની મેચો? BCCI એ આપ્યું મોટું અપડેટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More