Home> Gujarat
Advertisement
Prev
Next

ગણતંત્ર દિવસના સમારોહની યાદ આવી જશે, એવો ભવ્ય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કાર્યક્રમ

 સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટેલની વિરાટ પ્રતિમાને સમર્પિત કરશે. સરદાર પટેલની આ મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી છે. તમને જણાવી દઈએ કે, આ પ્રતિમાનો અનાવરણનો પ્રસંગે ગણતંત્ર દિવસના સમારોહની સાથે લોકો સરખાવી રહ્યાં છે. 

ગણતંત્ર દિવસના સમારોહની યાદ આવી જશે, એવો ભવ્ય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કાર્યક્રમ

અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટેલની વિરાટ પ્રતિમાને સમર્પિત કરશે. સરદાર પટેલની આ મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી છે. તમને જણાવી દઈએ કે, આ પ્રતિમાનો અનાવરણનો પ્રસંગે ગણતંત્ર દિવસના સમારોહની સાથે લોકો સરખાવી રહ્યાં છે. 

fallbacks

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે જ અમદાવાદ પહોંચી ગયા હતા અને વહેલી સવારે ઉઠીને તેઓ કેવડીયા કોલોની પહોંચી ગયા હતા. વિશ્વની સૌથી ઊંચી એવી 182 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવા માટે આખા દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે, પ્રતિમાના લોકાર્પણ સમયે જે ભવ્ય આયોજન કરાયું છે, જે જોતા લોકોને ગણતંત્ર દિવસની યાદ આવી જશે તે પાક્કુ. મોદી સરકાર આ કાર્યક્રમને ગણતંત્ર દિવસની જેમ ઉજવવા ઈચ્છતી હતી. આ માટે જ વિવિધ કાર્યક્રમોને સાંકળીને આ કાર્યક્રમને કુલ 3 કલાકનો કરાયો છે. 

3 કલાક કયા કાર્યક્રમો
પ્રતિમાનું અનાવરણ કરવાના સમારોહમાં ભારતીય વાયુસેના દ્વારા ફ્લાઈપોસ્ટ કરવામાં આવશે. એટલું જ નહિ, સેના, નૌસેના અને આઈએએફ બેન્ડ દ્વારા દેશભક્તિ સંગીત પણ ગાવામાં આવશે. આ પ્રસંગે 29 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારો નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરશે. આ દરમિયાન અનેક આકર્ષણ હશે, જેમાં 17 કિલોમીટર લાંબી ફ્લાવર ઓફ વેલીનું અનાવરણ કરશે. પ્રતિમા પાસે બનાવાયેલી ટેન્ટ સિટી અને સરદાર પટેલના જીવન પર આધારિત મ્યૂઝિયમને ખુલ્લુ મૂકાશે. પ્રતિમાની અંદરે 135 મીટરની ઊંચાઈએ વ્યૂઈંગ ગેલેરીમાં જઈને મુસાફરો ડેમ તથા આસપાસના પર્વતીય વિસ્તારનો નજારો માણી શકશે. સવારે 8.30 વાગ્યાથી વિવિધ રાજ્યોનો રંગારંગ અને કલ્ચરની ઝાંખી રજૂ કરતો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. જે જોઈને ગણતંત્ર દિવસમાં થતા રાજ્યોના પ્રતિનિધિત્વની યાદ આવી જાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More