Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની શાનમાં થશે વધારો : સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન અહીં બનશે

Ahmedabad Riverfront : અમદાવાદના લોકો માટે રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું તૈયાર થશે... સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ સાબરમતી રિવરફ્રન્ટ પર બનશે ગ્લો ગાર્ડન... કોર્પોરેશને ગ્લો ગાર્ડન માટે ટેન્ડરની શરૂ કરી પ્રક્રિયા....   

અમદાવાદની શાનમાં થશે વધારો : સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ભવ્ય ગ્લો ગાર્ડન અહીં બનશે

Ahmedabad News અમદાવાદ : સાબરમતી રીવરફ્રન્ટની સુંદરતામાં અભિવૃદ્ધિ કરતા આ નવીનત્તમ પ્રોજેક્ટ અમદાવાદમાં આવી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને વધુ એક નવું નજરાણું મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો ગ્લો ગાર્ડન હવે અમદાવાદના આંગણામા પણ માણા મળશે. ભવ્ય ગ્લો ગાર્ડન રિવરફ્રન્ટ પાર્ક ખાતે પણ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. amc દ્વારા આ મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 3.5 કરોડ રૂપિયાના ખર્ચે પશ્ચિમ કિનારે ગ્લો ગાર્ડન ઉભું કરવાનું આયોજન ચાલી રહ્યું છે. 

fallbacks

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલું ગ્લો ગાર્ડન પ્રવસીઓમાં ખુબ આકર્ષણ જમાવી ચૂક્યું છે. ત્યારે આવુ જ એક ભવ્ય ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં પણ જોવા મળશે. સાબરમતીના ઘાટ પર અવનવા લાઈટ્સનું ગાર્ડન ઉભું કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને આકર્ષવા માટે અટલ બ્રિજ, ફ્લાવર ગાર્ડન, બટરફ્લાય પાર્ક, એડવેન્ચર રાઈડ્સ, કાયાકીંગ, સાબરમતી રિવર ક્રુઝ તો પહેલેથી છે જ. પરંતુ જલ્દી જ હવે ગ્લો ગાર્ડન પણ માણવા મળશે. જેનાથી રિવરફ્રન્ટ પર આવતા મુલાકાતીઓની સંખ્યા વધશે.  

ગુજરાતમાં એક એવુ મંદિર છે જ્યાં કોઈ મૂર્તિ જ નથી, ભારતનો નક્શો જ આ મંદિરની પ્રતિમા

શું શું હશે આ ગ્લો ગાર્ડનમાં

  • વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી તૈયાર કરાશે જુદું જુદી થીમ
  • પ્રાણી-પક્ષી, વૃક્ષ, કાર્ટૂન પાત્ર સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્કલ્પ્ચર તૈયાર કરવાનું આયોજન

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનના સૂચન બાદ રિવરફ્રન્ટ અધિકારીઓ દ્વારા ગ્લો ગાર્ડન માટે વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ટેન્ડર મંજુર થયા બાદ 5 થી 6 મહિનામાં ગ્લો ગાર્ડન શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

કેનેડા ગયેલા ગુજરાતીઓના કડવા અનુભવો જાણી તમે કહેશો, ભઈ આપણું ભારત સારું હોં! 

સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ ગ્લો ગાર્ડન અમેરિકા જેવુ 
શનિ-રવિની રજાઓ અને તહેવારોના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્થળ બન્યું છે. શનિ-રવિની રજાને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે ઉમટી પડે છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન લાઈટોથી ઝગમગી ઉઠ્યું છે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. હવે આ ગ્લો ગાર્ડન પ્રવાસીઓમાં આ એક ખાસ આકર્ષણ બની ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ હવે આ ગ્લો ગાર્ડનની લાઇટિંગનો નજારો જોવા ખાસ રાત્રિ રોકાણ પણ કરતા થયા છે. આ ગ્લો ગાર્ડનની લાઇટિંગનો અદભુત નજારો જોઈ ખુશ થઇ રહ્યા છે. રંગબેરંગી લાઈટોનો આ શણગાર પ્રવાસીઓ પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે.

અમેરિકા જવાનું સપનું જોઈ રહેલા ગુજરાતીઓને જલદી મળશે નવી ભેટ, USનો છે આ પ્લાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More